સુરત સહિત રાજ્ય ભરમાં આવેલ સ્કૂલ વિરુદ્ધ શિક્ષણ વિભાગમાં આરટીઆઇ કરી શાળાઓની માન્યતા ખોટી રીતે નામંજુર કરી રૂપિયા પડાવતાં ગાંધીનગરના મહેન્દ્ર પટેલ સામે વધું એક રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં ગુનો નોંધાયો છે.
સિંહોરમાં આવેલ શ્રી મનહરબાપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની શાળા મંજુર કરાવી બાદમાં માન્યતા રદ કરાવવાની ધમકી આપી ટ્રસ્ટીઓ પાસેથી ત્રણ વર્ષમાં રૂ.27.50 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી. હાલ આરોપી જેલમાં કેદ છે. બનાવ અંગે ભાવનગરના સિંહોરમાં રહેતાં ભોળાભાઈ પરશોત્તમભાઈ ચૌહાણ (ઉ.વ.45) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મહેન્દ્ર નાનુ પટેલ (રહે.બિટા કલાસીસ, ગાંધીનગર) નું નામ આપતાં સીઆઇડી ક્રાઇમે 467, 468,471 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 10 વર્ષથી બિલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરે છે. વર્ષ 2018 માં શ્રી મનહરબાપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં તેઓ ટ્રસ્ટી છે. જેમાં અન્ય ટ્રસ્ટી તરીકે પંડ્યા પ્રશાંતભાઈ, શોભનાબેન ભોળભાઈ ચૌહાણ, મકવાણા નરેશભાઈ કાળુભાઈ, મકવાણા પરેશભાઈ, ચુડાસમા દિપસંગભાઇ નાગજીભાઇ, ચુડાસમા પાયલબા જયપાલસિંહ અને ચુડાસમા દિવ્યરાજસિંહ દિપસિંહ છે. ટ્રસ્ટની નોંઘણી તા. તા.15/05/2018 ના રોજ કરાવેલ છે. ટ્રસ્ટ સંચાલિત શ્રી જ્ઞાનગંગા વિદ્યાસંકુલ પ્રાથમિક શાળા સિહોરમાં તા.31/05/2019 રોજ મંજુરી મેળવી શાળા ચાલુ કરેલ હતી. શાળાની મંજુરી મેળવવાનુ કામ સિંહોરના જોરસિંહ જીવાભાઈ પરમારને સોપેલ અને તેઓએ આરોપી મહેન્દ્ર પટેલ અને પી.કે.મોરડીયા મારફતે સ્કુલની મંજુરી મેળવેલ અને ત્યારબાદ શાળા રેગ્યુલર રીતે ચાલતી હતી.
દરમિયાન તા.20/09/2019 ના તઓને ફોન આવેલ અને પોતાનુ નામ મહેન્દ્ર નનુ પટેલ જણાવી કહેલ કે, તમે જે જોરસિંહ પરમારની મારફતે જે શાળા મંજુરી કરાવેલ છે તે શાળાની હુ શિક્ષણ વિભાગમાં ફરીયાદ કરી માન્યતા રદ કરાવું છુ તેમ જણાવેલ જેથી તે બાબતે તેઓને પુછેલ કે કઈ રીતે તમે શિક્ષણ વિભાગમાં ફરીયાદ કરશો તો તેમને જણાવેલ કે, તમે જે શાળા મંજુરી વખતે દસ્તાવેજો આપેલ તે દસ્તાવેજોમાં છેડાછાડ કરી શિક્ષણ વિભાગમાં રજુ કરેલ છે. જેમાં આરોપીએ દસ્તાવેજમાં 654 ચોરસ મીટરની જગ્યાએ 6054 ચોરસ મીટર કરી દીધેલ અને ત્યારબાદ આરોપીએ જણાવેલ કે, તમારી શાળા ચાલુ રાખવી હોય તો મને રૂ.15 લાખ આપવા પડશે તેવી ખંડણી માગેલ અને જો તમે રૂપીયા આપો તો તમારી શાળાની માન્યતા રદ્દ કરાવી અને તમાર પર પોલીસ ફરીયાદ કરી તમારૂ ટ્રસ્ટ બ્લેક લીસ્ટમાં મુકાવી દઈશ તેમ ઘમકી આપેલ હતી. બાદમાં તેમને ફોન કટ કરી વોટસઅપ કોલ કરેલ અને વાતચીતના અંતે અમારી શાળાની માન્યતા 2દ ન થાય તે માટે આરોપી સાથે રૂ. 13.50 લાખ નક્કી કરેલ અને જેના પ્રથમ હપ્તામાં રૂ.3.50 લાખ રોકડા લઈ તેમની ઓફીસ બીટા ક્લાસીસ ગાંધીનગરમાં આપેલ હતા. તે વખતે અમારી પાસેથી અમારી સ્કુલના કોરા લેટરપેડ લીધેલા અને તે વખતે અન્ય ટ્રેસ્ટ્રીઓ પણ સાથે હતાં. બાકીના રૂપિયા આરોપી કોઈ વ્યક્તિ સાથે સ્કુલ પર આવેલ અને તે વખતે તેમને રોકડા રૂ.10 લાખ આપેલ હતા. દરમિયાન તે રૂપિયા ગણતો હતો તેનું વિડીયો રેકોર્ડીંગ કરેલ હતુ. તે વખતે મહેન્દ્ર પટેલે શહીદ ભગતસિંહની ફિલ્મ બતાવેલ હતી અને ફિલ્મ બતાવવાના રૂ.5 હજાર લીધેલ હતા. ત્યારબાદ મહેન્દ્ર પટેલ અવા2-નવાર ફોન કરી ધમકી આપી વધુ નાણાની માગણી કરતો હતો અને તો તમે નાણા નહી આપો તો હું તમારી ટ્રસ્ટ બ્લેક લીસ્ટ કરાવી દેવાની ઘમકી આપતો પરંતુ તેમને બીજા નાણા આપેલ નહી જેથી તેમને આર.ટી.આઇ. કરીને શિક્ષણ વિભાગમાંથી દસ્તાવેજો મેળવી શાળાની માન્યતા રદ કરાવવા શિક્ષણ વિભાગમાં અવાર-નવાર અરજીઓ કરતો હતો. જેથી શિક્ષણ વિભાગ દ્વારા શાળાની માન્યતા તા.03/01/2020 ના રોજ રદ કરેલ હતી. આ માન્યતા મહેન્દ્ર પટેલે રદ કરાવેલ હતી. ત્યારબાદ આરોપીને મળેલ અને શાળાની માન્યતા ફરીથી મેળવવા બાબતે વાતચીત કરેલ અને ત્યારે તેમને કહેલ કે, તમારે પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાની માન્યતા ફરીથી મેળવવી હોય તો રૂ.12 લાખ આપવા પડશે જેથી તે સમયે રૂપિયા ન હોવાથી ના પાડેલ હતી. તેમ છતા આરોપી શાળાની માન્યતા મેળવવા અવાર-નવાર નાણાની માગણી કરતા જેથી રૂ.10 લાખ આપવાના નક્કી કરેલ અને શાળાની મંજુરી માટે ફરીથી દસ્તાવેજો આપેલ અને રૂ.2.50 લાખ સિહોરમાં મહેન્દ્ર પટેલને અપેલ હતાં. ત્યારબાદ મહેન્દ્ર પટેલના કહેવાથી બીજા રૂ.5.50 લાખ અશોકભાઈ સોનીના નામે ટુકડે ટુકડે આંગડીયા મારફતે મોકલી આપેલ હતા. ત્યારબાદ તા.15/06/2021 ના તેની ઓફિસે રૂપિયા બે લાખ આપેલ હતા. ત્યારબાદ આરોપીને આપેલ રૂ.12 લાખના આઘારે શાળાની સમર્થ વિદ્યાલયના નામથી મંજુરી મળેલ અને શાળામાં બીજા વર્ગ ધો-9 થી 11 સુધીની મંજુરી લેવાની હતી જે બાબતે આરોપીએ ઘો-9 થી 11 સુધીના વર્ગોની મંજુરી અપાવવાના રૂ. 12 લાખની માગણી કરેલ હતી. તે વખતે બાના પેટે રૂ.4 લાખ રોકડા આપેલ હતા અને બાકીના નાણા ઘો-9 થી 11 સુધીના વર્ગની મંજુરી મળી ગયા પછી આપવાના નક્કી થયેલ હતા. ત્યારબાદ અમારા ટ્રસ્ટના નામે ઘો-9 થી 11 સુધીના વર્ગોની મંજુરી આપવા બાબતે તેમને શિક્ષણ વિભાગમાં અરજી કરેલ અને ત્યારે આરોપીએ નાણાની માગણી કરેલ પણ તે વખતે અમારી પાસે નાણા ન હોવાથી આપેલ ન હતા જેથી મહેન્દ્ર પટેલે શિક્ષણ વિભાગમાં અનામી અરજી કરી ધો-9 થી 11 સુધીની વર્ગોની મંજુરીવાળી અરજી ના મંજુર કરાવેલ હતી.આમ મહેન્દ્ર પટેલે સિહોરમાં અલગ-અલગ જગ્યાએ તેમજ પોતાની ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલ કારમાં અમારા ટ્રસ્ટ સંચાલીત શાળાના બનાવટી દસ્તાવેજો બનાવી શાળાની માન્યતા રદ કરાવી ટ્રસ્ટને બદનામ કરી સ્કુલ વિરૂદ્ધ આર.ટી.આઈ. કરી અમારી પાસેથી બળજબરી પૂર્વક વર્ષ 2019 થી આજદિન સુધી કુલ રૂ.27,50 લાખ રોકડા બળજબરી પૂર્વક પડાવી લીધેલ અને સ્કુલના ખોટા બનાવટી દસ્તાવેજો બનાવડાવી ખોટા કેસમાં ફીટ કરાવી દઇશ તેવી ધાક-ધમકી આપી વધુ પૈસાની માંગણી કરેલ હોય આમ આ મહેન્દ્રભાઇ પટેલ ખોટી રીતે ધમકીઓ આપી હતી.