હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં કોસ્મેટિક ફક્ટરીમાં ભીષણ આગ લાગી છે. અહીં ફેક્ટરીમાં 24 કામદારો આગમાં દાઝી ગયા હતા. આ સાથે 4 મજૂરની હાલત ગંભીર હોવાથી તેમને પીજીઆઈ ચંદીગઢ રીફર કરવામાં આવ્યા છે. ભીષણ આગ લાગવાથી ત્યા કામ કરતી ત્રણ મહિતાઓ ત્રીજા માળેથી કૂદી પડી જેથી તેમને પણ ઈજા થઈ છે. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા છત પર ફસાયેલી જોવા મળી રહી છે.
એનડીઆરએફની 40 લોકોની ટીમ અત્યારે ઘટના સ્થળે રાહતની કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 32 ઘાયલ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પાંચ ઘાયલ લોકોને પીજીઆઈ મોકલવામાં આવ્યા છે. આ ઘટનાની ગંભીરતાને જોતા ચંદીમંદિરથી સેના પણ બોલાવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે હજુ પણ 24 લોકો લાપતા છે.
મળતી વિગતો પ્રમાણે, આ ઘટના રાજ્યના ઔદ્યોગિક શહેર બદ્દીના ઝાડમાજરીમાં બની હતી. બપોરે 2 વાગ્યાની આસપાસ કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં કામદારો ફસાયા હતા. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આગ બુઝાવવા માટે બદ્દી અને નાલાગઢના ફાયર વિભાગો અને પંજાબના લગભગ 11 વાહનો સ્થળ પર પહોંચ્યા હતા. રાહત અને બચાવ માટે NDRFના 40 સભ્યોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
અત્યારે સોશિયલ મીડિયામાં આગના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે, આ પરફ્યુમ બનાવવાની ફેક્ટરી હતી. આગ લાગ્યા બાદ ત્રણ મહિલા મજૂરો છત પરથી કૂદી પડી હતી અને તેમના પગમાં ઈજા થઈ હતી. ધાબા પર રહેલી મહિલા સિવાય અન્ય લોકો અંદર ફસાયેલા છે. હાલ આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. એનડીઆરએફ દ્વારા અત્યારે બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. મળતી વિગતો પ્રમાણે ફેક્ટરીમાં 60 મજૂરો કામ કરતા હતા. જેમાંથી અત્યારે પણ 24 લોકો લાપતા છે.