સામાન્ય રીતે ઘરેલુ હિંસા અને એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે લોકોના સંબંધ તૂટી જાય છે અને વાત તલાક સુધી પહોંચી જાય છે. તુર્કીની એક મહિલાએ તાજેતરમાં તેના પતિ વિરુદ્ધ એક એવો કેસ દાખલ કર્યો છે, જે જાણીને લોકો હેરાન રહી ગયા છે.
આ કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેનો પતિ 7-10 દિવસે એક વાર ન્હાય છે, જેથી તેનામાંથી પરસેવાની ગંધ આવે છે. અઠવાડિયામાં માત્ર એક કે બે વાર બ્રશ કરે છે. મહિલાની ઓળખ માત્ર એ. વાઈ. રૂપે કરવામાં આવી છે. મહિલાએ અંકારામાં 19મી ફેમિલી કોર્ટને જણાવ્યું હતું કે, તેના પતિએ સતત 5 દિવસ સુધી એક જ કપડાં પહેર્યા હતા અને તેમાંથી સતત પરસેવાની સ્મેલ આવે છે.
આ દાવાની પુષ્ટી માટે સાક્ષીઓને પણ રજૂ કરવામાં આવ્યા, જેમાં કેટલાક પરિચિત લોકો અને પતિના ઓફિસ સહકર્મીઓ શામેલ હતા. આ તમામ લોકોએ મહિલાની વાતને સત્ય ગણાવી હતી. કોર્ટે મહિલાના પક્ષમાં નિર્ણય આપીને તલાકને મંજૂરી આપી હતી. પતિને તેની પૂર્વ પત્નીને પર્સનલ હાઈજીનની ઊણપની ભરપાઈ તરીકે 5,00,000 તુર્કી લીરાની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો.
મહિલાના વકીલ સેનેમ યિલમાઝેલે જણાવ્યું કે, પતિ-પત્નીને શેયર્ડ લાઈફની જવાબદારી પૂરી કરવી જોઈએ. એક વ્યક્તિના વ્યવહારને કારણે જીવન અસહનીય થઈ જાય છે, તેથી અન્ય પક્ષ તલાકની અરજી કરવાનો હક છે. તમામ લોકોએ માનવીય સંબંધોમાં સાવધાન રહેવું જોઈએ. આ કારણોસર વ્યવહાર અને સાફ સફાઈ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.