કોંગ્રેસનાં દિગ્ગજ અને કોડા છાપ ફાયરબ્રાન્ડ એવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આજે અમરેલી અમરેલી ખાતે પ્રજાના પ્રશ્નો જેમાં શિક્ષમાં મચાવી લૂંટ અને ભણતર નહીં તો પછી શાની ત્યારે રાજયમાં દોઢકરોડ જેટલા વિધાર્થીઓની ભવિષ્ય બચાવવાના ઉદ્દેશ સાથે ગાંધી જયંતી નિમિત્તે પ્રતિક ઉપવાસ સાથે આજરોજ અમરેલી ખાતે બેઠા હતા. ત્યારે તેમની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. વિરોધ પક્ષના નેતા અહિંસક માર્ગે બાપુ ને પગલે પ્રતિક ઉપવાસ પર બેસવાના છતાં ન બેસવા દેતા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તે માટે માસ્ક પહેરીને આવ્યા હતા. તો તેમને બેસવા ન દઇને તેમની ધરપકડ કરવામાં આવી હતી. ભણતર નહીં તો વળતર નહીં ની માંગ સાથે અમરેલી ગાંધીબાગ ખાતે સવારે પ્રતિક ઉપવાસ કર્યા હતા. અમરેલી ગાંધીબાગ ખાતેથી અટકાયતમાં પોલીસ સાથેની ટીંગાટોળીમાં પરેશધાનાણીનો શર્ટ ફાટી ગયો હતો.