ગુજરાતમાં ઠેર ઠેર આંદોલન :- આજે કૃષિ કાયદો, સ્કૂલ કોલેજની ફી માફીને લઈને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. અમદાવાદના બત્રીસી હોલ ખાતે ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ ધરણા જોડાયા હતા, ત્યારબાદ વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું. બીજી બાજુ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ઉગ્ર બને તે પહેલા જ પોલીસે કોંગ્રેસના મંડપ હટાવ્યો હતો. ધરણાં માટે મંજૂરી ન હોવાથી પોલીસે કાર્યવાહી કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ત્યારે કોંગ્રેસના અમિત ચાવડા ટીંગાટોળી કરીને અટકાયત કરી છે. આ સિવાય ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ અટકાયત કરવામાં આવી છે. પોલીસે પણ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હોવાની માહિતી મળી રહી છે. કૃષિ બિલ, સ્કૂલ કોલેજની ફી માફીની માગ સાથે અનેક નેતાઓ ભેગા થયા હતા. અમિત ચાવડાએ આ વિશે જણાવ્યું કે, ભાજપ સરકાર ખેડૂત વિરોધી છે.