જયેશ રાદડિયા બીજા સરદાર : પરેશ ગજેરા

Spread the love

જામકંડોણા ખાતે જયેશ રાદડિયાએ આપેલ નિવેદન સર્ચનો વિષય બની ગયો છે. ત્યારે ખોડલધામના પૂર્વ ચેરમેન અને રાજકોટના ઉદ્યોગપતિ પરેશ ગજેરાનું પણ નિવેદન સામે આવ્યું છે.અને પરેશ ગજેરા એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જયેશભાઈ જે સમાજને ઠપકો નથી આપ્યો પણ સમાજને ટકોર કરી છે. જયેશભાઈ ને ક્યાંક તેમને અનુભવ થયો હશે જેમને કારણે તેમને આવું નિવેદન આપ્યું છે અને તેમના પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા છોટે સરદાર તરીકે બિરુદ લોકોએ આપ્યું હતું.

શુક્રવારના રોજ જામકંડોણા ખાતે 351 દીકરીઓના સમૂહ લગ્નમાં જયેશ રાદડીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “સમાજની વાત આવે ત્યારે હું રાજકારણ કરતો નથી અને કરવાનો નથી. સમાજની વાત આવે ત્યારે રાજકારણ એક બાજુ રાખું છું. સમાજનો આગેવાન આગળ આવે તો સ્વીકાર કરજો સમાજના આગેવાન ને પાડી દે લેઉવા પટેલ સમાજ નો કે’વાય. ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે સમાજના 80 ટકા લોકો મુશ્કેલીમાં છે સમાજ ની મુશ્કેલી છે એક રહેવા માટે હાકલ કરવી પડે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *