અમદાવાદ એરપોર્ટ પર બુરખો પહેરેલી બે મહિલાઓને રોકવામાં આવી,ઉમરાહ માટે જઈ રહેલી બેમાંથી ફક્ત એક જ મહિલા મુસલમાન હતી

Spread the love

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુરખો પહેરેલી બે મહિલાઓને રોકવામાં આવી છે. આ બંને મહિલાઓ ઉમરાહ માટે જેદ્દાહ જવાની હતી. ઈમિગ્રેશન પ્રોસેસ દરમિયાન ભાવનગરની આ બંને મહિલાઓને ઓથોરિટીઝ દ્વારા રોકવામાં આવી હતી. બંને મહિલાઓ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E91 મારફતે સાઉદી અરેબિયાના જેદ્દાહ જવાની હતી.

ચોંકાવનારી વાત તો એ છે કે, ઉમરાહ માટે જઈ રહેલી બેમાંથી ફક્ત એક જ મહિલા મુસલમાન હતી. બીજી મહિલા મુસ્લિમ નહોતી અને તેની પૂછપરછ દરમિયાન જ ઓફિસરોને શંકા ગઈ હતી. ઈમિગ્રેશન કાઉન્ટર પર બિનમુસ્લિમ મહિલાએ દાવો કર્યો હતો કે, તે ઉમરાહ કરવા સાઉદી અરેબિયા જઈ રહી છે.

પરંતુ તેની કેટલીક વાતો ગોળગોળ હતી જેના કારણે ઓફિસરોને તેના પર શંકા ગઈ હતી. છેવટે ઈમિગ્રેશન ઓફિસરોએ આ મહિલાને રોકી હતી અને વધુ તપાસ માટે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)ને મામલો સોંપવામાં આવ્યો છે. દરમિયાન સિક્યોરિટી ચેક બાદ ઈમિગ્રેશન ઓફિસરોની પૂછપરછમાં આ મહિલા સાથે મુસાફરી કરી રહેલી અન્ય મહિલા મુસ્લિમ હોવાનું બહાર આવ્યું હતું.

સૂત્રોનું માનીએ તો, વિઝા રેગ્યુલેશન પ્રમાણે, ઉમરાહ માટે જેદ્દાહ જઈ રહ્યા હો તો તમારું મુસ્લિમ હોવું જરૂરી છે. જો તમે મુસ્લિમ હો તો જ ઉમરાહ માટે વિઝા મંજૂર થાય છે. સ્થાનિક અખબારને સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર, “બિનમુસ્લિમ મહિલાને ઉમરાહ માટેના વિઝા મળવા અને તે મેળવવામાં કઈ રીતે સફળ રહી તે અંગેના સંતોષકારક જવાબ તેણી નહોતી આપી શકી. જેના લીધે ઈમિગ્રેશન ઓફિસરોને તેના ઉપર શંકા ગઈ હતી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com