ગાંધીનગરનાં અદાણી શાંતિગ્રામના આઈટી વિભાગનાં ડેપ્યુટી મેનેજરને ટેલીગ્રામ ઉપર ટાસ્ક પૂરું કરવાની અવેજીમાં શરૂઆતમાં એકાઉન્ટમાં પૈસા જમા કરાવી વિશ્વાસ કેળવી ક્રિપ્ટો કરન્સીમાં બીટકોઈન/ઇથેરિયમમાં ટ્રેડિંગ કરવાનું કહીને 71 લાખ 89 હજાર 799 નો ચૂનો લગાવવામાં આવતા ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગરના અડાલજમાં અટલ આવાસ યોજનાના મકાનમાં રહેતો ચિત્તરંજનકુમાર અનુપકિશોર રાય વૈષ્ણવદેવી સર્કલ નજીક આવેલ અદાણી શાંતિગ્રામમાં આઈટી વિભાગમાં ડેપ્યુટી મેનેજર તરીકે છેલ્લા અઢી વર્ષથી નોકરી કરે છે. ગત તા. ત્રીજી ઓક્ટોબર 2023 નાં રોજ તેના વોટ્સઅપ ઉપર અજાણ્યા વરચ્યુઅલ મોબાઇલ નંબરથી હેલ્લો, હાઉં આર યુ? મેસેજ આવ્યો હતો. જેનાં થોડા સમય પછી પોતે આઇડી ડીઝીટલ એજન્સીથી શર્મા હોવાનો અને ઘરે બેઠા પાર્ટ ટાઈમ નોકરી માટેનો મેસેજ આવ્યો હતો. જેમાં ટેલીગ્રામ ઉપર ટાસ્ક પુરા કરવા માટે એક ટેલીગ્રામ લીંક પણ મોકલી તેમાં જોડાવવા માટે કહેવાયું હતું. અને ટાસ્ક પુરા કરવા બદલના પૈસા ખાતામાં મેળવવા માટે બેંકની માહિતી માંગવામાં આવી હતી. આથી ચિત્તરંજને પોતાના Paytm એકાઉન્ટની વિગતો આપતાં તેને ટેલીગ્રામ Group HALCYYON(L1128) માં જોઇન્ટ કરવામાં આવ્યો હતો. જે ટેલીગ્રામ ગ્રુપમાં ગુગલ મેપની લીંક મોકલી રીવ્યુ પેટે ત્રણ ટાસ્ક પુરા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે ટાસ્ક પૂર્ણ કરતા જ ચિત્તરંજનને રૂ. 168 મળ્યા હતા. એટલે બીજું ટાસ્ક પૂરું કરવા તેણે એક આઈડીમાં 1000 ભર્યા હતા. જેની સામે રૂ. 1580 મળ્યા હતા. બાદમાં ત્રીજા ટાસ્ક પેટે પણ ચિત્તરંજનનાં ખાતામાં રૂપિયા 548 જમા થયા હતા.
આમ ટેલીગ્રામ ઉપર ટાસ્ક પૂર્ણ થતાં રૂપિયા મળતા હોવાથી ચિત્તરંજનને વિશ્વાસ બેઠો હતો. બાદમાં તેને ટેલીગ્રામ ઉપર ટીચર, મર્ચન્ટ, સલાહકાર તરીકેનાં ગ્રુપમાં જોઈન્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ક્રિપ્ટો કરન્સીની લિંકો મોકલી આપવામાં આવી હતી. જે ઓપન કરતા જ ચિત્તરંજનને વોલેટ આઇડીમાં ક્રિપ્ટો કરન્સી ડીસપ્લે થતી હતી. બાદમાં બીટકોઇન/ઇથેરિયમમાં ટ્રેડ કરવા માટે જુદા જુદા બેંક ખાતાઓમાં પૈસા ભરાવવામાં આવ્યા હતા. બાદમાં ખોટું ઇન્વેસ્ટ થઈ જતાં ખાતું બ્લોક થઈ ગયું હોવાનું કહી ગઠિયાએ બીજા પૈસા ભરવા મજબુર કરવામાં આવ્યો હતો.
આથી ચિત્તરંજને પોતાના Binance આઈડીથી અલગ અલગ ટેલીગ્રામ એડ્રેસ વાળા આઈડીમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જે Binance વીડ્રોની ભારતીય ચલણ મુજબ કુલ રૂ. 11,50,000/-ની હતી. તથા જુદા જુદા બેંક ખાતામાં ભરાવેલ કુલ રૂ. 60,47,027 માંથી તેના ખાતામાં શરૂખાતમાં કુલ રૂ. 7228/-જમા થયેલ. જે બાદ કરતા ३.60,39,799 अने ३. 11,50,000 सेम डुल मजी રૂ.71,89,799 ચિત્તરંજન પાસે ભરાવવામાં આવ્યા હતા. આ પૈસા ચિત્તરંજને જુદી જુદી લોનો લઈને ભર્યા હતા. તેમ છતાં લાંબા સમય સુધી તેણે ભરેલા પૈસા એકાઉન્ટમાં આવ્યા ન હતા. આખરે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં ચિત્તરંજને ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.