માણસા શહેરમાં દરબારગઢ પાસેના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં એક ઈસમ ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યો હતો અને મશીનના ડ્રોવરનો દરવાજો તોડવાનો અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ બાબતે બેંક મેનેજરને સવારે જાણ થતા તેમણે તાત્કાલિક આ બાબતે માણસા પોલીસને જાણ કરતા પોલીસે અહીં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં એક યુવક ચોરીનો પ્રયાસ કરતો હોવાનું જણાઈ આવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
માણસા શહેરમાં દરબારગઢ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ બેંકની સામે આવેલું છે. રાત્રે એક અજાણ્યો વ્યક્તિ ખભે થેલો ભરાવેલો 25થી 30 વર્ષનો યુવક આ એટીએમ પાસે આવે છે અને મશીનના ડ્રોવરનો દરવાજો અને એટીએમ તોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમાં તે સફળ થતો નથી અને ત્યાંથી તે ચાલ્યો જાય છે. જે બાબતની જાણ સવારે બેંકના મેનેજર ભગીરથ શુકલને થતા તેમણે તાત્કાલિક આ બાબતે માણસા પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર આવી સીસીટીવી કેમેરા ચેક કરતા રાત્રિના 12:00 વાગ્યા પછી અહીં એક યુવક આવ્યો હતો અને એટીએમની અંદર પ્રવેશ કરી એટીએમ મશીનના ડ્રોવરનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ આવતા પોલીસે આ બાબતે જીણવટ ભરી તપાસ કરી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
એટીએમ તોડવા અને ચોરીના ઇરાદે આવેલ અજાણ્યો
ચોર એકલો આવ્યો હતો કે તેની સાથે કોઈ સાગરિત પણ
હતો ? ચોર કોઈ વાહન લઈને આવ્યો હતો કે ચાલતો
આવ્યો હતો ? એટીએમ તોડવા માટે કોઈ હથિયાર સાથે
લાવ્યો હતો ? એટીએમમાં લગાવેલા કેમેરાને તોડફોડ કરી
છે કે કેમ ? એટીએમમાં ચોરીનો પ્રયાસ થતો હોય તે વખતે
એલાર્મ વાગે છે તે એલાર્મ સિસ્ટમ ચાલુ હતી કે બંધ ? ચોર
ઇસમે વાયરીંગ કાપીને સિસ્ટમ બંધ કરી હતી કે કેમ ? દરેક
બેંકના એટીએમ પર 24 કલાક માટે સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં
આવે છે તમામ બાબતોની પોલીસે ઝીણવટ ભરી તપાસ
હાથ ધરી છે.