ગર્ભવતી મહિલાના ગર્ભમાં બાળક મૃત હોવાથી ડિલિવરી બાદ મોત, પરિવારજનોએ હોસ્પિટલમાં કરી તોડફોડ, આગ ચાંપવાનો પણ પ્રયાસ કર્યો….

Spread the love

અમદાવાદના CTM ઓવરબ્રિજ પસા આવેલી રજની હોસ્પિટલમાં 31 વર્ષીય ગર્ભવતી મહિલાના ગર્ભમાં બાળક મૃત હોવાથી હોસ્પિટલ દ્વારા તેની તાત્કાલિક અસરથી ડિલિવરી કરી હતી. જે બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવી હતી. જે દરમિયાન મહિલાને ઇન્ટરનલ બ્લીડિંગ વધી જતા તેમની તબિયત લથડી હતી. જેથી તેણે વધુ સારવાર અર્થે 108 મારફતે SVP હોસ્પિટલ લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. મહિલાના મોત પાછળ રજની હોસ્પિટલની બેદરકારી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોસ્પિટલમાં કોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે.

હોસ્પિટલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મૃતકના પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી છે. આ સાથે રિસેપ્શન પર બેઠેલા મહિલા કર્મચારી સહિત સમગ્ર હોસ્પિટલની સળગાવવાનો પ્રયાસ પણ મૃતકના પરિજનો દ્વારા કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે તબીબની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની મળતી માહિતી મુજબ, ગત 3 ફેબ્રુઆરીના રોજ 31 વર્ષીય ગર્ભવતી મહિલા સુહાનાબેન તેમના રૂટીન ચેકએપ માટે CTM ઓવરબ્રિજ પસાની રજની હોસ્પિટલમાં પહોંચ્યાં હતાં. જ્યાં તેણીની તપાસમાં તબીબને ગર્ભમાં રહેલું બાળક મૃત હાલતમાં હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ફરજ પરના તબીબે તેમના પરિવારજનોને જાણ કરી તાત્કાલિક ડિલિવરી કરવાનું જણાવ્યું હતું. જેમાં પરિવારે સી-સેક્શન (સિજેરિયન) દ્વારા ડિલિવરી કરવાનું જણાવ્યું હતું, પરંતુ ડોક્ટરો દ્વારા 3 ફેબ્રુઆરીની રાત્રિએ જ નોર્મલ ડિલિવરી કરીને મૃત બાળકને સુહાનાબેનના શરીરમાંથી અલગ કરવામાં આવ્યું હતું.

જે બાદ વધુ સારવાર અર્થે મૃતક સુહાનાબેનને હોસ્પિટલમાં

દાખલ રાખવામાં આવ્યા હતા. જ્યાં રાત્રિ દરમિયાન

સુહાનાબેનને ઇન્ટરનલ બ્લીડિંગ વધી જતા 4 ફેબ્રુઆરીને

રવિવારે સવારે તેમની તબિયત લથડી હતી. જેથી

તેમના પતિ અને ભાઈ સહિત અન્ય પરિવારજનો દ્વારા

સુહાનાબેનને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા

ડોક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં

ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્થિતિ સામાન્ય

છે, ફક્ત તેમને લોહી ચડાવવાની જરૂર છે. તેથી મૃતક

સુહાનાબેનના પરિવારજનો દ્વારા બ્લડની બોટલ લાવી

હોસ્પિટલને આપવામાં આવી હતી. લોહી ચઢાવ્યા બાદ પણ

સુહાનાબેનની તબિયતમાં સુધારો ન આવતા પરિવારજનો

દ્વારા નિર્ણય લઇને સુહાનાબેનને 108 મારફતે SVP

હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના

તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

સુહાનાબેનનું મૃત્યુ રજની હોસ્પિટલની બેદરકારીના કારણે થયું હોવાનું જણાવી પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ ધોકા, હોકી-સ્ટિક જેવા હથિયારો લઈ ટોળા દ્વારા હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી. જે સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવીમાં કેદ થઈ છે. મૃતક સુહાનાબેન તેમના પતિ અને બે દીકરી સાથે રહેતા હતા. સૌથી મોટી દીકરીની ઉંમર લગભગ 8 વર્ષ અને બીજી દીકરીની ઉંમર 5 વર્ષ છે. જ્યારે ત્રીજુ મૃત બાળક જન્મ્યું તે દીકરો હતો. સુહાનાબેનના પરિવારજનોનું કહેવું છે કે, તેમના પરિવારના સભ્યનું મોત થતા બંને દીકરીઓ મા વિનાની થઈ ગઈ છે.

હોસ્પિટલ તંત્રએ આક્ષેપ કર્યો છે કે, ગઈકાલે 6 ફેબ્રુઆરીની

મોડી સાંજે મૃતકના પરિજનો દ્વારા રજની હોસ્પિટલમાં

તોડફોડ કરવામાં આવી હતી. ઉપરાંત હોસ્પિટલમાં રિસેપ્શન

પર બેઠેલા મહિલા કર્મચારી સહિત સમગ્ર હોસ્પિટલની

સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. ડોક્ટર પાર્થ શાહ દ્વારા

રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી

હતી. જેમાં તેમણે મૃતક સુહાનાબેનના પતિ ભાઈ અને અન્ય

15-20 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, મૃતક સુહાનાબેનના ભાઈ દ્વારા 4 ફેબ્રુઆરીના રોજ જ્યારે સુહાનાબેનને 108 મારફતે SVP હોસ્પિટલ લઇ જવામાં આવતા હતાં, તે દરમિયાન ધમકી આપવામાં આવી હતી કે, જો સુહાનાબેનને કઈ થશે તો અમે હોસ્પિટલ સળગાવી દેશું. ગઈકાલે સાંજના સમય તેમના ભાઈ અન્ય 15થી 20 વ્યક્તિઓ સાથે હોસ્પિટલ પહોચ્યા હતા. ત્યાં જ્વલનશીલ પદાર્થો છાંટીને આગચંપી કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. ઉપરાંત હોકી-સ્ટિક લઈને હોસ્પિટલના સ્ટાફને અને ડોક્ટરો ઇજા પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ હોસ્પિટલ તંત્ર દ્વારા રામોલ પોલીસને કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com