કૉંગ્રેસના બજેટને કુલ ૧૦માંથી ૧ માર્ક, જુના વાયદાઓ પુરા નથી કર્યા ત્યારે સને ૨૦૨૪-૨૫ નું બજેટ લોલીપોપ સમાન : શહેઝાદ ખાન પઠાણ

Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ

ચાલુ વર્ષે મંજુર કરાયેલ બજેટની રકમ કરતાં પણ વધુ આવક મળેલ હોવા છતાં કામો કરી શક્યાં નથી જે કડવી અને નક્કર વાસ્તવિકતા

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મ્યુ.કમિશ્રીએ રજુ કરેલ સને ૨૦૨૪-૨૫ના વર્ષના બજેટમાં રૂા. ૧૦૮૦૧.૦૦ કરોડના ડ્રાફટ બજેટમાં રૂા. ૧૪૬૧.૮૩ કરોડના સુધારા સાથે કુલ રૂા. ૧૨૨૬૨.૮૩ કરોડનું બજેટ સ્ટે.કમિટી દ્વારા મંજુર કરેલ છે તે બજેટમાં મંજુર કરેલ વિવિધ દરખાસ્તો પ્રજાને લોલીપોપ આપવા સમાન તેમજ માત્ર ચૂંટણીલક્ષી છે. આ બજેટની સમીક્ષા કરતાં સત્તાધારી ભાજપ દ્વારા મંજુર કરેલ બજેટ તથા તેની વિવિધ દરખાસ્તો તેમજ ગત વર્ષના બજેટના અમલીકરણની સરખામણી કરતાં ભાજપ દ્વારા કહેવાતી ત્રિપલ એન્જીનની સરકારના અમદાવાદ મ્યુ.કોર્પોરેશનના ભાજપના શાસકો ચાલુ વર્ષે મંજુર કરાયેલ બજેટની રકમ કરતાં પણ વધુ આવક મળેલ હોવા છતાં કામો કરી શક્યાં નથી જે કડવી અને નક્કર વાસ્તવિકતા છે. આ બજેટની સમીક્ષા કરતાં સત્તાધારી ભાજપ દ્વારા મંજુર કરેલ બજેટને જો રેટીંગ આપવામાં આવે તો કુલ ૧૦ માંથી ૧ માર્ક મળે તેમ છે જે ૧ માર્ક મળે છે તે પણ તેઓ દ્વારા બજેટ સ્ટે.કમિટીમાં મંજુર કરાયેલ હોવાથી મળે તેમ છે કેમ કે છેલ્લા દસ વર્ષના ૭૮૫૬૪.૦૦ કરોડના કુલ બજેટમાંથી રૂા.૧૪૫૨૮.૦૦ કરોડનું બજેટ વાપરી નથી શક્યાં તેમજ રૂા. ૩૪૦૭૩ કરોડની ઓકટ્રોયની ગ્રાન્ટની બાકી રકમ લાવી નથી શક્યાં રૂા.૯૫૭ કરોડનું દેવું કરવાની નોબત આવી જે તેમની વહીવટી અણઆવડતતાનો વાઇબ્રન્ટ પુરાવો છે.અમદાવાદ શહેરના વિવિધ વોર્ડમાં કચરાના ઢગ તેમજ ગંદકી જોવા મળે છે પોલ્યુશનયુક્ત પાણીની ફરિયાદો દિન- પ્રતિદિન વધતી જાય છે પીરાણા પાસે કચરાના ડુંગરને દુર નથી શક્યાં છે સ્વચ્છતાની બાબતે ૧૫ માં નંબરે આવી ગયાં તેમજ વી.એસ. હોસ્પિટલનું નવીનીકરણ ના કરી શક્યાં,વ્હાઈટ ટોપિંગ રોડ ના બનાવી શક્યાં મહિલાઓ માટે પીંક ટોઈલેટ ના બનાવી શક્યાં ફાયરડીર્પા માટે ૧૦૦ મી. સ્નોર સ્કેલ ના વસાવી શક્યાં એસ.વી.પી. હોસ્પિટલને પ્રાઈવેટ સમકક્ષ બનાવી દીધી, એ.એમ.ટી.એસ. કોન્ટ્રાકટરોને શરણે મુકી દીધી, સાબરમતી નદી દેશમાં ૨ નંબરની પોલ્યુશનવાળી બની ગઈ, સ્ટોમ વોટર લાઈનો દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ, શહેરમાં ૧૦૦ થી વધુ મોટા ભુવા પડયાં, પાંચ વર્ષમાં ૨૦૦ કરોડથી વધુ રકમના બ્રીજ બનાવવા માટે ખર્ચ કર્યો તેમાં હાટકેશ્વર બ્રીજ તકલાદી બનાવ્યો વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોન નથી આપી શક્યાં સને ૨૦૨૩માં ૧૦૦૦૦ જેટલા વિવિધ રોગચાળાના કેસો બન્યાં આમ સમગ્ર બજેટ જોતાં મ્યુ. સુવિધામાં પ્રજાને હિતકારી કોઈ સુધારો દૃશ્યમાન થતો નથી તેમજ પ્રજાને પડતી સમસ્યાઓના ઉકેલ બાબતે કોઈ નક્કર આયોજન કરેલ હોય તેમ જણાતું નથી.

અગાઉના વર્ષોના બજેટમાં શહેરીજનોને અમદાવાદ શહેરને થર્ડ ફાસ્ટેસ્ટ સીટી ઈન ધ વર્લ્ડ, ગ્રીન સીટી-કલીન સીટી, લવેબલ અને લીવેબલ સીટી, ડસ્ટ ફ્રી સીટી, પોલ્યુશન ફ્રી સીટી, ઝીરો વેસ્ટ સીટી, સ્માર્ટ સીટી, સ્વચ્છ અને સ્વસ્થ સીટી, કલીનએસ્ટ સીટી ઓફ ઈન્ડીયા જેવા ભારેખમ વચનો આપ્યા હતા. શહેરીજનોને આપેલા મોટા ભાગના વાયદાઓ પાળી શકાયા નથી. તે તમામ વચનો પોકળ સાબિત થયાં છે આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માટે પણ ભાજપ દ્વારા નવા વચનો આપેલ છે જે પણ અગાઉની જેમ પોકળ સાબિત થવાની પુરેપુરી સંભાવના છે રોડની બાબતમાં પહેલાં મોડેલ રોડ ત્યારબાદ પ્લાસ્ટીક રોડ પછી વ્હાઈટ ટોપિંગ રોડ. અને હવે આઈકોનીક રોડ ! એક તરફ સત્તાધારી ભાજપ ડબલ તથા ટ્રીપલ એન્જીન સરકારની સુફિયાણી વાતો કરે છે અને બીજી તરફ એક એન્જીન પણ સારી રીતે ચલાવવા સક્ષમ નથી તે કેટલે અંશે વ્યાજબી છે ? તે બાબત સને ૨૦૨૪-૨૫ના વર્ષના બજેટમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com