રાજયના માલધારી સમાજના સૌથી પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર એવા તરભ વાળીનાથ ધામ ખાતે નવિન વિશાળ મંદિર નિર્માણ પામી રહ્યું છે.જેની ટૂંક સમયમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે ત્યારે આ મંદિરમાં પ્રતિષ્ઠિત થનારી વિશાળ શિવલિંગને મંદિરના મહંત તથા માલધારી સમાજના આગેવાનો અમદાવાદ ખાતે સ્થિત માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીના નિવાસ સ્થાને પધરામણી કરી હતી.
ત્યારે ધારાસભ્યના ઘરે પધરામણી થતાં શેઠ હરિભાઇ ચૌધરીના પરિવાર દ્વારા શિવલિંગની પૂજા અર્ચના આરતી કરાઈ હતી. તથા મંદિરના સંતો મહંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે. કે તરભ વાળીનાથ ખાતે નિર્માણ થનાર ભવ્ય મંદિર માં શેઠ હરીભાઈ ચૌધરી પરીવાર તરફ થી 25 લાખનું દાન કરવામાં આવ્યું છે. ત્યારે માલધારી સમાજ દ્વારા તેમના પરિવાર નો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.અને શિવલિંગના દર્શન કરી પરિવારના સભ્યોએ ધન્યતા અનુભવી હતી. આ નવીન મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર વિશાળ શિવલિંગના દર્શન માત્ર થી ધન્ય થઇ તેવી છે. જેના દર્શનનો લાભ લેવા લોકો દૂર દૂરથી પ્રતિષ્ઠા સમયે આવશે.