સુરતમાં નિ:સંતાન સ્ત્રીઓના નામે ઘૃણાસ્પદ ખેલ ખેલવામાં આવી રહ્યો છે. જેમાં પ્રેગ્નન્ટ કરો અને લાખો રૂપિયા કમાઓની સ્કીમ હતી. તેમાં ગર્ભ રહે તો રૂપિયા 13 લાખ આપવાની સ્કીમ તથા ગર્ભ ન રહે તો પણ રૂપિયા 5 લાખ આપવાની લોભામણી સ્કીમ ચલાવામાં આવી રહી હતી.
ઓલ ઇન્ડિયા પ્રેગ્નન્ટ જોબ સ્કેમના સુરતમાં પણ લોકો ભોગ બન્યા છે. તેમાં સુરત સહિત દેશભરના અનેક યુવકો છેતરાયા છે. પોલીસની સતર્કતાથી બિહારથી ઓપરેટ થતા રેકેટનો પર્દાફાશ થયો છે. તેમાં સુંદર-આકર્ષક મહિલાઓના ફોટા વોટ્સએપ પર મોકલતા હતા. તેમજ ફોટો મોકલી યુવાઓને લલચાવાયા હતા. આ ટોળકીના 8 સાગરીતો પકડાયા છે. મુન્નાકુમાર નામનો માસ્ટર માઇન્ડ હાલ ફરાર છે.
સોશિયલ મીડિયા પર આવેલી આ જોબ ઓફરે અનેકને ઠગ્યા છે. વાત બિહારના નવાદાની છે. અહીં પોલીસ સામે ખૂબ જ ચોંકાવનારો કિસ્સો આવ્યો છે. પોલીસે આ કેસમાં સાઇબર ગુનેગારોની અટક કરી હતી. જે લોકોને ઓફર આપતાં હતાં કે, તમારે મહિલાને પ્રેગ્નેન્ટ કરવાની છે અને તેના બદલામાં તમને લાખો રુપિયા મળશે. આ સિન્ડીકેટનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું છે. આ કિસ્સામાં હાલમાં પોલીસે 8 આરોપીઓની અટક કરી હતી.
નવાદા પોલીસે સાઇબર ગુનેગારો પર મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રેડ પાડી હતી. દરમીયાન ઘટના સ્થળેથી 8 સાઇબર ઠગોની અટક કરવામાં આવી હતી. એમની પાસેથી 9 મોબાઇલ અને એક પ્રિન્ટર મળી આવ્યું હતું. પોલીસના કહેવા મુજબ ધરપકડ કરવામાં આવેલ આરોપીઓ All India pregnant job (baby birth service) ના નામે પૈસાની લાલચ આપી લોકોને પોતાનો શિકાર બનાવતા હતાં. પોલીસને આ અંગે ગુપ્ત સૂચના મળી હતી. અને ત્યાર બાદ પોલીસે આ સ્થળે રેડ પાડી હતી.