મારુતિ સુઝુકી છેલ્લા અનેક વર્ષોથી ભારતીય બજારમાં કાર વેચી રહી છે. સેફ્ટી રેટિંગમાં મારુતિ સુઝુકી ટાટા અને મહિન્દ્રા જેવો વિશ્વાસ મેળવી શકી નથી. તાજેતરમાં કેરળમાંથી આવો જ એક કેસ સામે આવ્યો છે. ગ્રાહક સુરક્ષા વિભાગે મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડને આદેશ આપ્યો છે કે, ગ્રાહકને કારની કિંમત પરત કરવાનો આદેશ આપ્યો છે.કાર માલિકે દાવો કર્યો છે કે, કાર દુર્ઘટના સમયે એરબેગ ખુલી ન હતી. તપાસમાં આ દાવો સાચો સાબિત થયો છે.
ગ્રાહક સુરક્ષા વિભાગે મલપ્પુરમ જિલ્લાના નિવાસી મોહમ્મદ મુસ્લિયારની ફરિયાદ પર આદેશ આપ્યો છે. ગ્રાહકે ફરિયાદ કરી હતી કે, જે 30 જૂન 2021ના રોજ ફરિયાદી કારમાં સફર કરી રહ્યો હતો તે સમયે અકસ્માત થયો હતો અને ગંભીર ઈજા થઈ હતી. દુર્ઘટનામાં કાર ગંભીર રૂપે ક્ષતિગ્રસ્ત થઈ હતી.
ફરિયાદીએ ગ્રાહક સુરક્ષા વિભાગનો સંપર્ક કર્ય હતો અને જણાવ્યું હતું કે, કાર નિર્માતા કંપનીની ભૂલના કારણે એરબેગ ખુલી ન હતી, જેના કારણે ગંભીર ઈજા થઈ હતી. મોટર વાહન નિરીક્ષકે જણાવ્યું કે, દુર્ઘટના સમયે એરબેગ ખુલી ન હતી. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કારની કિંમત 4,35,854 રૂપિયા છે અને કેસ ખર્ચના ભાગરૂપે 20,000 રૂપિયા પરત કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશનું 1 મહિનામાં પાલન કરવામાં નહીં આવે તો તે રકમ પર 9 ટકા વ્યાજ લાગશે.