ઉત્તરાખંડ વિધાનસભામાં લાંબી ચર્ચા બાદ બુધવારે યૂનિફોર્મ સિવિલ કોડ (UCC)બિલને બહુમતના જોર પર પાસ કરવામાં આવ્યું છે. મંગળવારે સીએમ પુષ્કર સિંહ ધામીએ યૂસીસી બિલને રજૂ કર્યું હતું અને બાદમાં તેના પર ચર્ચા શરુ થઈ હતી. યૂસીસી બિલ પર બે દિવસ ચર્ચા થયા બાદ આજે તેને પાસ કરી દેવામાં આવ્યું છે. વિધાનસભામાંથી પાસ થયા બાદ યૂસીસી બિલ હવે કાયદો બની જશે.આપને જણાવી દઈએ કે, યૂસીસી લાગૂ કરનારુ ઉત્તરાખંડ પહેલું રાજ્ય બની ગયું છે.
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ વિધાનસભામાં સમાન નાગરિક સંવિધાન બિલ પર કહ્યું કે, સમાન નાગરિક સંહિતા ફક્ત ઉત્તરાખંડ જ નહીં, પણ સમગ્ર ભારત માટે એક માઈલ સ્ટોન સાબિત થશે. દેવભૂમિથી નીકળતી ગંગા ક્યાંક સિંચિત કરવા અને ક્યાં પીવાનું કામ કરે છે. સમાન અધિકારોની ગંગા તમામ નાગરિકોના અધિકારની રક્ષા કરશે અને તેની ખાતરી કરવા માટે કામ કરશે. તેમણે વિધાનસભામાં યૂસીસી બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા અમુક વાતો પણ કરી હતી. સદનમાં વિપક્ષના પ્રવર સમિતિને મોકલવાના પ્રસ્તાવને રદ કરી દીધો હતો. તો વળી વિધાનસભામાં ધ્વનિમતથી બિલને પાસ કરી દીધું. ત્યાર બાદ વિધાનસભાની કાર્યવાહીને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધી છે.
તેમણે વધુમાં કહ્યું કે, અમે અનેકતામાં એકતાની વાત કરીએ છીએ. તમામ નાગરિકો માટે સમાન કાનૂની વાત સંવિધાન કરે છે. સંવિધાન પંથનિરપેક્ષ છે. સંવિધાનની જે વિષમતાઓ છે. તેને દૂર કરીને સામાજિક ઢાંચાને મજબૂત કરવાનું સંવિધાન છે.
ધામીએ કહ્યું કે, આપણને સમાન નાગરિક સંહિતાની જરુરિયાત છે. જે રીતે દેશ આગળ વધી રહ્યો છે. વોટ બેન્કથી ઉપર ઉઠીને મર્યાદા પુરુષોત્તમ રામ આપણા આદર્શ છે. જે સમતાના આદર્શ શ્રીરામ હતા. તેવી જ રીતે સમતાની વાત અમે કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, કાલે બિલ પાસ થયું તો બાબા સાહેબના નારા લાગ્યા છે. ડો. શ્યામાપ્રસાદ મુખર્જી પણ આ વાતના પક્ષકાર હતા. તે જ સમતાનો ઉલ્લેખ કર્યો છે.