
૩૦ લાખ પૂર્વ સૈનિકોના ઘરે મળીને ન્યાય યાત્રામાં જોડવા માટે કેમ્પેઈન કરીશું. ૫ માર્ચથી ૧૦ માર્ચ તમામ સૈન્ય મેમોરિયલમાં ધરણા કરવામાં આવશે. ૧૮ માર્ચ સુધી ૫૦ કી.મી.ની પદયાત્રાનું દરેક લોકસભામાં આયોજન કરવામાં આવશે

કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે અગ્નિપથ યોજના રદ કરાશે : અમદાવાદ શહેર પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ
અમદાવાદ
એઆઈસીસી એક્સ સર્વિસમેન ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ કર્નલ રોહિત ચૌધરીએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરીને દેશની સેનાને નબળી પાડવાના ભાજપ સરકારની નીતિ આકરા પ્રહાર જણાવ્યું હતો કે મોદી સાહેબ તમારો રાષ્ટ્રપ્રેમ અને સેના પ્રત્યે નો પ્રેમ નકલી છે. જવાનો સાથે તમે ઉજવણી કરો છો પરંતુ એ તમામ ખોટું છે. દરેક ગુજરાતીઓ માટે એ સંદેશ જવો જોઈએ કે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. દેશના જવાનો ને કમજોર કરે એ કોઈ દિવસ નહી ચાલે. બોર્ડરમાં અડધો પાકેલો જવાન (અગ્નીવીર)ને તૈયાર કરી ને મોકલવામાં આવે છે. કોન્ટ્રાકટવાળા કે ભાડાવાળા જવાનો નહી અમે રેગ્યુલર સેનિક જોઈએ છે. દર વર્ષે 75000 સૈનિક જોઈએ છે, ગત વર્ષોમાં સેનામાં ત્રણ લાખ ઓછા જવાનો ઓછા થઇ ચુક્યા છે. વડાપ્રધાને અચાનક આવીને જાહેરાત કરી કે હવે ફક્ત અગ્નિવીરની ભરતી કરવામાં આવશે. સૈનિકોની તૈયારી કરતા યુવાનો પૈકી 150 જવાનો મૃત્યુ પામ્યા છે. અગ્નિપથ યોજનાથી યુવાઓને બેરોજગારી, નિરાશામાં ધકેલવામાં આવ્યા છે. અગ્નિપથ યોજના લાવીને બોર્ડરની સુરક્ષા સાથે રમત કરવામાં આવી રહી છે. ટેક્નોલોજીમાં આગળ વધવાની જગ્યાએ અગ્નિવીર પાછળ પડી રહયા છે. અગ્નિવીર દસ વર્ષમાં પરત આવશે તે કોર્પોરેટ કંપનીઓમાં પ્રાઇવેટ આર્મી તરીકે ઉભા થશે. દેશ આગામી દિવસોમાં ગુલામ બનશે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી હતી. જવાનો સાથે પણ ચર્ચા કરી હતી. ન્યાય યાત્રામાં યુવા ન્યાય અને સેના ન્યાય જોઈએ, 31 જાન્યુઆરી જય જવાન કેમ્પઇન ચાલુ કર્યું છે. જેમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે દોઢ લાખ યુવાઓને સૈન્યમાં નોકરી આપવામાં આવે. અગ્નિપથ સ્કીમ યોજના રદ કરવામાં આવે. અગ્નિવીરોને કાયમી કરવામાં આવે. ૬ ફેબ્રુઆરીના રોજ ઉપરાષ્ટ્રપતિને મળવા ગયા હતા, ત્યાં પણ અમારી અટકાયત કરવામાં આવી હતી. ૩૦ લાખ પૂર્વ સૈનિકોના ઘરે મળીને ન્યાય યાત્રામાં જોડવા માટે કેમ્પેઈન કરીશું. ૫ માર્ચથી ૧૦ માર્ચ તમામ સૈન્ય મેમોરિયલમાં ધરણા કરવામાં આવશે. ૧૮ માર્ચ સુધી ૫૦ કી.મી.ની પદયાત્રાનું દરેક લોકસભામાં આયોજન કરવામાં આવશે.
દેશની સેના અને સૈનિકોના મનોબળને ભારે નુકસાન કરનાર અગ્નિપથ યોજના અંગે અમદાવાદ શહેરના પ્રમુખ હિંમતસિંહ પટેલ પત્રકાર પરિષદમાં આકરા પ્રહાર કર્યા હતા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે અગ્નિપથ યોજના રદ કરાશે.આર્મીની અંદર કોન્ટ્રાક્ટ પદ્ધતિ રાખો એ વાત બહુ ગંભીર છે. ગુજરાતમાં પણ સૌથી વધુ કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ કરી નાખી છે. હજારો લાખો યુવાનો બેરોજગાર થઈ ગયા છે. અગ્નિ વીરની ચાર વર્ષની કોન્ટેક્ટ પદ્ધતિ યોજનાં લાવ્યા છો તે આર્મી સૈનિકો સાથે બહુ મોટો અન્યાય કહેવાય. મારા પરિવારમાં પણ આર્મીમાં શહાદત વ્હોરી છે જે ઘટના ખૂબ જ દુઃખદ બાબત હોય છે . જે આર્મી લોકો નોકરીમાં પસંદગી પામ્યા હતા અને તેઓ એપોઇન્ટમેન્ટ લેટરની રાહ જોઈ રહ્યા હતા ત્યારે રાતોરાત તે રદ કરવામાં આવી તે ખૂબ જ ગંભીર બાબત છે.
પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી બલદેવભાઈ લુણી, શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, સુનિલભાઈ જીકાર, પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી અને સી.એ. સેલના અધ્યક્ષ મેહુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.