આખરે પ્રસાદ મિલના કામદારોને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યો આંશિક ન્યાય : ૧૪૫૦ કામદાર પરિવારોને ૩૮ વર્ષની લડત પછી ૧૦% વ્યાજ સાથે મળશે આશરે રૂ. ૫૦ કરોડની રકમ

Spread the love

અમદાવાદ

એઆઇસીસી મહાસચિવ દિપક બાબરીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા અમદાવાદની ૧૯૮૨માં બંધ પડેલ અને ૧૯૮૮માં જેનો લીક્વીડેશનનો ઓર્ડર થયેલ તેવી રાયખડ ખાતે આવેલી પ્રસાદ મિલના આશરે ૧૪૫૦ કામદારો છેલ્લા ૩૮ વર્ષે તેમના લેણાની રકમની વસુલાત માટે કાયદાકીય આંટીધૂટીમાં અટવાઈ ગયા હતા. લીઝ હોલ્ડ જમીન હોવાથી કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યો હતો. વધુમાં લાલદરવાજા મોકાની જગ્યા હોવાથી ૨૦૧૦માં જે મિલકતનું મુલ્ય રૂ. ૩૫ કરોડ હતું તે છેલ્લા ૧૫ વર્ષમાં રૂ. ૩૫૦ કરોડ જેવું થઇ જતા બિલ્ડર લોબી અને સ્થાપિત હિતોએ કેસનો ભરડો લીધો હતો.

કામદારોની માંગ હતી કે કોઈ સ્કીમ થાય તો તેમાં લીક્વીડેશન તારીખ થી આજ સુધી નું છેલ્લા ૩૮ વર્ષનું વ્યાજ પી.એફ./બેંક મુજબ વાર્ષિક ચક્રવુધ્ધિ વ્યાજ મળવું જોઈએ જે મુજબ આશરે રૂ. ૧૨૫ કરોડ થી વધુ રકમ કામદારોને મળે.કમનશીબે પ્રમોટરો દ્વારા મજુર મહાજન સંઘને હાથ ઉપર લઇ ૪૦ વર્ષ જૂની ફક્ત રૂ. ૮ કરોડની રકમ ચૂકવીને મિલની જમીન હસ્તગત કરવા હાઇકોર્ટમાં દરખાસ્ત કરવામાં આવી. અમદાવાદ શહેરના મજુર અંદોલનના કલંક સમાન અને રાજ્યની ન્યાયિક પદ્ધતિમાં ગરીબ માણસોનો વિશ્વાસ તુટી જાય તેવો ચુકાદો મજુર મહાજન દ્વારા મેળવામાં આવ્યો હતો. જે મુજબ કામદારોને ૪ ટકાની જોગવાઈ હતી. જેમાં આ કેસને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલ કેસમાં સુપ્રીમ કોર્ટે ૧૦ ટકાની જોગવાઈ સાથે ચુકવણીનું આદેશ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com