
આરોપી રાજા
અમદાવાદ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમે.એલ.સાલુકે ટીમના પો.સ.ઈ. એ.કે.પઠાણ તથા સ્કોડના માણસો વાહન ચોરીઓ તથા ઘરફોડ ચોરીઓ કરતા આરોપીઓની શોધમાં હતા.આ દરમ્યાન વા.પો.સ.ઈ. શ્રી કે.એસ.પરમાર દ્વારા ટેકનિકલ સોર્સ આધારે મોબાઈલ નંબરનું લોકેશન મેળવતા વેસ્ટ બંગાલ ખાતેનુ આવતા આરોપીની તપાસ કરવા સારૂ પો.સ.ઈ. શ્રી એ.કે.પઠાણ તથા તેની ટીમના માણસો જરૂરી મંજુરી મેળવી વેસ્ટ બંગાલ ખાતે તપાસ માટે મોકલી આપેલ.બાદ વેસ્ટ બંગાલ ખાતે જઈ જરૂરી પોલીસ મદદ મેળવી આરોપીની તપાસ કરતા ગુન્હામાં સંડોવાયેલ આરોપી રાજા S/O મોન્ટુ ચૌધરી ઉ.વ.૪૪ રહેવાસી, સુકાંત સરની ક્લબ પાસે, બગુલા, ગરાપોતા થાના.રાનાઘાટ જી, નાડીયા વેસ્ટ બંગાલની વેસ્ટ બંગાલ ખાતે જઈ તપાસ કરતા સદરહુ ઇસમ મળી આવેલ, જેની અંગઝડતીમાંથી ૧૧૪.૭૦૦ મીલીગ્રામ સોનાની રણી અંદાજીત કિ.રૂ. ૬,૮૦,૦૦૦/- ની મળી આવેલ હોય ઉપરોકત ગુન્હાની તપાસ કરવા સારૂ ગઈ તા.૦૪/૦૨/૨૦૨૪ ના કલાક ૧૨/૧૫ વાગ્યે વેસ્ટ બંગાલ રાણાઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાંથી અટક કરી એડી.ચીફ જ્યુડી. મેજી. સાહેબ શ્રી, રાણાઘાટ, જીલ્લો નાડીયા, વેસ્ટબંગાલ નાઓની કોર્ટમાં રજુ કરી નામદાર એડી. ચીફ મેટ્રો.મેજી.સા. શ્રી ની કોર્ટ નં. ૨૩, ઘી કાંટા, અમદાવાદ શહેર ખાતે રજુ કરવા સારૂ દિન – ૧૦ ના ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ આપતા આરોપી તથા મુદ્દામાલનો મેળવી અત્રે લાવેલ અને સદરી આરોપીની તા.૦૭/૦૨/૨૦૨૪ ના કલાક ૨૦/૩૦ વાગ્યે અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે લાવી જરૂરી કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા સારૂ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
આરોપીનુ નામ
રાજા S/O મોન્ટુ ચૌધરી ઉ.વ.૪૪ રહેવાસી, સુકાંત સરની ક્લબ પાસે,બગુલા, ગરાપોતા થાના.રાનાઘાટ જી, નાડીયા વેસ્ટ બંગાલની વેસ્ટ બંગાલ
આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) એક સોનાની રણી ૧૧૪.૭૦૦ મીલીગ્રામ જેની અંદાજીત કિ.રૂ. ૬,૮૦,૦૦૦/- ગણી શકાય
મોડસ ઓપરેન્ડી
આ કામનો પકડાયેલ આરોપી વેસ્ટ બંગાલ રાજ્યના નાડીયા જીલ્લાનો વતની છે. પોતાના મોજ શોખ પુરા કરવા સારૂ પોતાના મિત્રો સાથે અમદાવાદ શહેરમાં આવી અમદાવાદ શહેરમાં આવેલ પોશ વિસ્તારના મકાનોમાં ઘરઘાટી તરીકે રહી ઘરફોડ ચોરી કરી પોતાના વતનમાં બસ અગર તો ટ્રેન મારફતે જતો રહે છે.તપાસ દરમ્યાનમાં નીચે મુજબનો ગુન્હો ડીટેકટ કરવામાં આવેલ છે.સેટેલાઈટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૨૦૦૨૩/૨૦૨૪ ધી ઈ.પી.કો. કલમ ૩૮૧ મુજબ
કામગીરી કરનાર માણસો / અધિકારી
૧.પો.સબ.ઈન્સશ્રી એ.કે.પઠાણ
૨.વા.પો.સ.ઈ. શ્રી કે.એસ.પરમાર
૩.એ.એસ.આઈ.ધાર્મિકભાઈ દિનેશભાઈ
૪.અ.પો.કો.સરદારસિંહ મહિપતસિંહ
૫.અ.પો.કો.શિશપાલ હોશીયારસિંહ
૬.અ.પો.કો.મહેન્દ્રસિંહ જગતસિંહ
૭.અ.પો.કો.વિક્રમકુમાર લક્ષ્મણભાઈ