
આરોપી ભરતભાઈ
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર વી.બી.આલની ટીમના પો.સ.ઈ. પી.બી. ચૌધરી તથા અ.હે.કો. અજયકુમાર જાબરમલ દ્વારા વાહન તથા મોબાઈલ ચોરી કરતાં આરોપી ભરતભાઈ સ/ઓ ફકીરભાઈ સવાભાઈ પરમાર, ઉ.વ.૩૬, રહે. ઘર નં.૨૪૪, ડી વોર્ડ, શાસ્ત્રીચોક, મોચીપાડા, કુબેરનગર, સરદારનગર, અમદાવાદ શહેરને કૃષ્ણનગર ચાર રસ્તા રોડ પાસેથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી મોબાઈલ ફોન-૨ તથા હોન્ડા એકટીવા નંબર જી.જે.૦૧. યુ.એફ.૮૫૯૦ મળી કુલ કિ.રૂ.૪૩,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરેલ.આરોપી તથા તેનો મિત્રો અમીત ઉર્ફે રહીશ પ્રેમજીભાઈ રાઠોડ રહે: ડી વોર્ડ, શાસ્ત્રીચોક, મોચીપાડા, કુબેરનગર, સરદારનગર, અમદાવાદ શહેર તથા કમલેશ ઉર્ફે ફકીરો કાંતીભાઈ જાડીયા રહે: ડી વોર્ડ, ચાચર ચોક, મોચીપાડા, કુબેરનગર, સરદારનગર, અમદાવાદ શહેર ભેગા મળી આજથી આશરે પંદર દિવસ પહેલા સાંજના સમયે આરોપી તથા તેનો મિત્રો અમીત ઉર્ફે રહીશ તથા કમલેશ ઉર્ફે ફકીરો ત્રણેય જણા કુબેરનગર છારાનગર ખાતે આવેલ માચીસગલી પાસે ગયેલા. ત્યાં પાનના ગલ્લા પાસેથી અમીત ઉર્ફે રહીશે એકટીવાની ચોરી કરેલ. આ એકટીવા લઈ ત્રણેય જણા ફરતા હતાં.આજથી આશરે પાંચેક દિવસ પહેલા રાતના સમયે આરોપી તથા તેના મિત્રો અમીત ઉર્ફે રહીશ તથા કમલેશ ઉર્ફે ફકીરો ત્રણેય જણા ત્રણ સવારી એકટીવા લઈને મેઘાણીનગર બાજુ ગયેલા. આ વખતે અમીત ઉર્ફે રહીશ એકટીવા ચલાવતો હતો, આરોપી તથા કમલેશ ઉર્ફે ફકીરા બંને તેની પાછળ બેસલ હતા. ફરતા ફરતા મંગલદીપ પાર્ટી પ્લોટ પાસે એક માણસના હાથમાંથી ફકીરાએ મોબાઈલ ફોન ખેંચી ઝુંટવી ચોરી કરેલ. ત્યાંથી નીકળી ઉપરોકત એકટીવા લઈને ફરતા ફરતા નિકોલ વિસ્તારમાં આવેલ અને ત્યાં ખોડીયારનગર ચાર રસ્તા પાસેથી મેં એક માણસના હાથમાંથી મેં મોબાઈલ ફોન ઝુંટવી ચોરી કરી લીધેલ હોવાની કબુલાત કરેલ છે.
શોધાયેલ ગુન્હો
(૧) સરદારનગર પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૦૨૪૦૨૩૪/૨૦૨૪ ધી ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ (૨) નિકોલ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૫૨૪૦૦૮૫/૨૦૨૪ ઘી ઈ.પી.કો કલમ ૩૭૯(એ)(૩),૧૧૪
પકડાયેલ આરોપીએ આ સિવાય અન્ય કોઈ ગુનાઓ કરેલ છે કે કેમ ? તે બાબતે તેની પૂછપરછ ચાલુ છે.