ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા આજે વિધાનસભા ગૃહમાં પૂરક માંગણીઓ પર યોજાયેલી ચર્ચામાં સામેલ થયા હતા અને તેમણે વાહન વ્યવહાર વિભાગ દ્વારા કરવામાં આવેલી પૂરક માંગણીઓ અંગે તેમના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરો માટે ૨૦૨૩-૨૪માં નવીન ૭૬૯ ટ્રીપો શરૂ કરેલ જેનો અંદાજે ૩૭૦૦૦ જેટલા મુસાફરોને લાભ મળવા પામેલ છે. નિગમ દ્વારા ફક્ત વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૩૯૭ જેટલી નવીન ટ્રીપો શરૂ કરેલ જેનો અંદાજે ૧૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને લાભ મળેલ છે. મુસાફરો/વિદ્યાર્થીઓની રજુઆતો ધ્યાને લઇ હયાત રૂટોમાં ૪૮૧ ટ્રીપોમાં લંબાણ આપેલ, ૧૭૧ ટ્રીપોના માર્ગ ફેરફાર કરેલ અને ૬૦૧ ટ્રીપોના સમય ફેરફાર કરવામાં આવેલ છે.
નવીન બસોમાં રાજ્ય સરકાર દ્વારા પ્રજાની સેવા અર્થે વિવિધ કક્ષાની કુલ ૭૭૮૮ બસો જેમાં ૩૪૦ સ્લીપર કોચ, 300 લકઝરી,૮૭૪ સેમી લકઝરી, ૪૮૯૧ સુપર ડિલક્ષ અને ૧૩૮૩ મીડી બસનો કાફલો ધરાવે છે. નિગમ દ્વારા હાલ અમદાવાદ-ગાંધીનગર, અમદાવાદ-વડોદરા, રાજકોટ- જુનાગઢ, રાજકોટ-મોરબી, રાજકોટ-જામનગર, રાજકોટ-રાજકોટ એરપોર્ટ તેમજ વડોદરા-સ્ટેચ્યુ ઓફ યુનિટીના રૂટ પર ૫૦ એ.સી.ઇલેક્ટ્રિક વાહનો સંચાલનમાં મુકવામાં આવેલ છે. હાલ સંચાલિત બસો દ્વારા થયેલ કુલ સંચાલન દ્વારા ૪૧.૬૮ લાખ કિગ્રા CO2 ઉત્સર્જનમાં ઘટાડો થવા પામેલ છે.
નિગમનું દૈનિક દૈનિક ૭૦૦૦ જેટલા શીડ્યુલો, ૩૫૦૦૦થી વધુ ટ્રીપો ૩૦ લાખ કિલોમીટર સંચાલિત કરી અંદાજીત ૨૫ લાખ જેટલા મુસાફરોને અવિરત પરિવહન સેવા પૂરી પાડે છે. નિગમ દ્વારા વિવિધ શહેરો કે ગામડાઓમાંથી શાળા/કોલેજમાં અભ્યાસાર્થે જતાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ ને શાળા/કોલેજ ખાતે પહોંચાડવા પ્રાથમિકતા આપવામાં આવે છે. નિગમ દૈનિક ૪.૫૮ લાખ વિદ્યાર્થીઓને ભાડામાં ૮૨.૫૦% રાહત દરે પાસ આપી પરિવહન સેવા આપે છે. નિગમ દૈનિક ૩.૯૨ લાખ જેટલી ગ્રામીણ વિદ્યાર્થીનીઓને ભાડમાં ૧૦૦% રાહત દરે પાસ આપી પરિવહન સેવા આપે છે. ફક્ત વિદ્યાર્થી માટે નિગમ દૈનિક નિયમિત અને સમયબદ્ધ અંદાજીત ૧૦૬૧૭ ટ્રીપોની સંચાલન કરે છે.
દૈનિક નોકરીયાત વર્ગના ૨ લાખ જેટલા મુસાફરોને ૫૦% રાહત દરે પાસ આપી દૈનિક ૬૭૩૫ જેટલી ટ્રીપો નિયમિત સંચાલિત કરવામાં આવે છે., વધુમાં વધુ મુસાફરોને એક જ બસમાં આરામદાયક મુસાફરીનો લાભ મળી રહે તે હેતુથી નવિન ૦૨ એ.સી. ડબલ ડેકર ઇલેક્ટ્રીક બસો સંચાલનમાં મુકવામાં આવેલ છે. અને ૦૩ એ.સી. ડબલ ડેકર ઇલેક્ટ્રીક બસો સંચાલનમાં મુકવામાં આવનાર છે. આ ડબલ ડેકર એસી ઈલેકટ્રીક બસો ફુલ્લી એર કંડીશનર અને સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે. જેમાં પબ્લીક એડ્રેસ્સ સીસ્ટમ અને ઈમરજન્સી પેનિક બટન પણ ઉપલબ્ધ છે. ડબલ ડેકર ઇલેકટ્રીક બસમાં આરામદાયક મુસાફરીને સાકાર કરતી સીટીંગ વ્યવસ્થા છે તેમજ ૬૩ મુસાફર સીટો ઉપલબ્ધ છે. છેલ્લા એક વર્ષમાં એટલે કે ૦૧.૦૧.૨૦૨૩ થી તા.૩૧.૧૨.૨૦૨૩ સુધીમાં કુલ ૧૧૦૮ બસોનું લોકાર્પણ કરવામાં આવેલ છે. આગામી વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ પ્રકાર વાઇઝ કુલ ૨૬૦૪ બસોનું લોકાર્પણ કરવાનું આયોજન છે.