માણસા તાલુકાના ધમેડા ગામમાં 55 વર્ષીય વૃદ્ધાની એકલતાનો લાભ ઉઠાવી નાસ્તામાં ઝેરી પદાર્થ ખવડાવી તિજોરીમાંથી દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂ. 5 લાખ 25 હજારની મત્તા ચોરનાર પ્રેમી પંખીડા સહિત ત્રણ લોકોની માણસા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લઈ મુદ્દામાલ પણ રીકવર કરી વિજાપુર જેલમાં ધકેલી દેવાયા છે.
માણસાનાં ધમેડા ગામમાં રહેતાં ગોવિંદભાઈ રામદાસ પટેલ
ત્રીજી ફેબ્રુઆરીના રોજ તેમનાં દીકરા ચેતનના ઘરે અમદાવાદ
ગયા હતા. અને રાત્રે ત્યાં જ રોકાઈ ગયા હતા. જ્યારે તેમના
55 વર્ષીય પત્ની શાંતાબેન ધમેડા ગામે ઘરે એકલા જ હતા.
તે વખતે રાતના દસ વાગ્યાના અરસામાં પાડોશમાં રહેતી
25 વર્ષીય સીમા રમેશભાઈ પટેલ તેના મિત્ર કરણજી ઠાકોર
સાથે નાસ્તો લઈને ઘરે ગઈ હતી. પાડોશીનાં નાતે સીમા પર
આવેલા રોજબરોજ ઘરે આવતી જતી હોવાથી શાંતાબેને
પણ બંનેને ઘરમાં પ્રવેશ આપ્યો હતો. બાદ સીમા અને કરણ
બાજુમાં બેસી તેમની સાથે વાતો કરતાં હતા. અને શાંતાબેને
નાસ્તો ખાધો હતો. જેની થોડીવાર પછી તેમને ઊંઘ આવી
ગઈ હતી.
બીજા દિવસે ચોથી ફેબ્રુઆરીએ પિતરાઈ ભાઈએ ફોન
કરીને ચેતનને જાણ કરેલી કે, તેની માતા ઉલ્ટીઓ કરીને
બેભાન થઈ ગયા છે. જેઓને સારવાર અર્થે લઈ જવાનું
કહી ચેતન અને તેના પિતા તાબડતોબ ઘરે પહોંચી ગયા
હતા. શાંતાબેનની સ્થાનિક દવાખાનામાં સારવાર કરાવી હોવા
છતાં તેમની તબિયત લથડી રહી હોવાનું જણાઈ આવ્યું
હતું. આથી બાપ દીકરાએ તેમને અમદાવાદની ખાનગી
હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાની તૈયારીઓ કરી હતી.
આ દરમિયાન પૈસા માટે ગોવિંદભાઈએ તિજોરી ખોલતાં
સોના ચાંદીના દાગીના તેમજ 50 હજાર રોકડા મળીને કુલ
રૂ. 5 લાખ 25 હજાર મત્તા ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું.
જો કે શાંતાબેન બેભાન અવસ્થા હોઈ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં શાંતાબેને પાડોશમાં રહેતી સીમા રમેશભાઈ પટેલે તેના મિત્ર કરણજી ઠાકોર સાથે ઘરે આવી નાસ્તો આપી ઘરમાં ચોરી કરી હોવાનું ચેતનને જણાવ્યું હતું. જેનાં પગલે ચેતને માણસા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પીઆઈ પી જે ચુડાસમાએ મામલાની ગંભીરતા જાણી ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઇ એમ એ વાઘેલાને સોંપી હતી.
આ અંગે માણસા પોલીસે કહ્યું હતું કે, સીમા પટેલ ધોરણ
–
11 સુધી ભણેલ છે. જે પાડોશમાં રહેતા શાંતાબેનનાં ઘરે
આવતી જતી હતી. અને તેઓને મદદ પણ કરતી હતી. આ
દરમ્યાન સીમા ઘરની તિજોરીમાં સીમા દાગીના – રોકડ રકમ
જોઈ ગઈ હતી. જ્યારે એકાદ વર્ષ પહેલાં સીમાને કરણ
ઠાકોર સાથે આંખો મળી ગઈ હતી. એટલે બંને એકબીજાને
મળતા રહેતા હતા. ગામમાં પોતાના મામાનાં ઘરે કરણ અને
તેની ફોઈનો દીકરો આનંદ ઠાકોર સાથે જ રહે છે. કરણ અને
સીમા એકબીજાને મળતા ત્યારે આનંદ પણ જતો એટલે
ત્રણેયની એકબીજા સાથે ઓળખાણ થઈ હતી.
ઉપરાંત એક વખત સીમાની માતા બિમાર થઈ જતાં કરણ
ઘરે જઈને મદદ કરતો હતો. એટલે તેણે શાંતાબેનનું ઘર
જોયું હતું. સીમાએ પ્રેમી કરણને તિજોરીમાં દાગીના રોકડ
પડ્યા હોવાની વાત પણ કરી હતી. આથી તેઓ મોકાની રાહ
જોઇ રહ્યા હતા. ત્યારે ત્રીજી ફેબ્રુઆરીની રાતે શાંતાબેન ઘરે
એકલા હોવાનું જાણીને ત્રણેય જણા મોડી રાતે નાસ્તો લઈને
પહોંચી ગયા હતા. અને પ્લાન મુજબ શાંતાબેનને નાસ્તામાં
ઝેરી પદાર્થ ખવડાવી દીધો હતો. જેથી તેઓ બેભાન થઈ
ગયા હતા. બાદમાં ત્રણેય જણાએ ચોરીના ગુનાને અંજામ
આપ્યો હતો. મોજશોખ માટે સમગ્ર ગુનો આચરવામાં
આવ્યો હોવાનું ત્રણેયની પૂછતાંછમાં બહાર આવ્યું છે.
આ ત્રણેય આરોપીની એક્ટિવા સાથે ધરપકડ કરી લેવાઈ
છે. અને એક્ટિવાની ડેકીમાંથી ચોરીનો મુદ્દામાલ પણ મળી
આવ્યો છે. ત્રણેયને વિજાપુર જેલમાં પણ ધકેલી દેવાયા છે.