ગાંધીનગરમાં રહેતી અને નોકરી કરતી એક ઉચ્ચ મહિલા અધિકારીને મહેસાણામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા પતિએ શારીરિક માનસિક ત્રાસ આપી તરછોડી દેવામાં આવતા મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં ફરજ બજાવતા મહિલા અધિકારીએ નોંધાવેલી
ફરિયાદ મુજબ, વર્ષ – 2022 માં તેમના લગ્ન સમાજના રીત
રિવાજ મુજબ મૂળ લાડોલનાં વતની અને હાલમાં મહેસાણા
જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાથે થયા
હતા. લગ્ન પછી મહિલા અધિકારી લગ્નજીવનનાં હક્કો
ભોગવવા માટે સાસરી લાડોલમાં રહેવા માટે ગયા હતા.
પરંતુ થોડા સમયમાં જ કોન્સ્ટેબલ પતિએ ત્રાસ આપવાનું
શરૂ કરી દીધું હતું. જે પછીથી બંને જણાં ગાંધીનગરના
વાવોલમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. તેમ છતાં
પતિ અસભ્ય વર્તન કરી નાની નાની બાબતોમાં જેમતેમ
બોલી ઝગડા કર્યા કરતો હતો. અને છાશવારે મારઝૂડ પણ
કરતો હતો. તેમછતાં ઘર સંસાર ટકાવી રાખવા મહિલા
અધિકારીએ ત્રાસ સહન કરે રાખ્યો હતો. પરંતુ તેઓ પતિ
સાથે કોઈ બાબતે શાંતિથી વાત કરે તોય તે મારઝૂડ કરતો
હતો.
છેલ્લે ઓક્ટોબર – 2022 માં પૈસાની બાબતમાં ઝગડો
કરી તેણીને ઢોર માર પણ માર્યો હતો. જેનાં લીધે મહિલા
અધિકારીને કમરમાં તકલીફ થઈ ગઈ છે. અને છેલ્લા
એક વર્ષથી તેઓ પોતાના પિયરમાં રહે છે. પરંતુ પતિએ
સમાધાનના કોઈ પ્રયાસો નહીં કરી મહિલા અધિકારીને
તરછોડી દેવામાં આવ્યા છે. આખરે કંટાળીને મહિલા
અધિકારીએ મહિલા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ પતિ વિરુદ્ધ
ગુનો દાખલ કરાવ્યો છે.