ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2024-25 માટે રજૂ કરેલા બજેટને કેટલાક સુધારા સાથે સ્થાયી સમિતીએ મંજૂરી આપી

Spread the love

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2024-25 માટે રજૂ કરેલા બજેટને કેટલાક સુધારા સાથે સ્થાયી સમિતીએ મંજૂરી આપી છે. મનપા કમિશનરે રૂ.1247 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેના ખર્ચમાં રૂ.12 કરોડના વધારા સાથે સ્થાયી સમિતીએ રૂ.1259 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. સ્થાયી સમિતીએ સૂચવેલા મહત્ત્વના સુધારામાં દરેક વોર્ડ દીઠ એક લાઈબ્રેરી બનાવવા રૂ.બે કરોડના ખર્ચે આયોજન કરાયું છે. આ ઉપરાંત નદી કિનારાના પૌરાણિક મહત્ત્વ ધરાવતા સ્થળોને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા પ્રથમ વખત ફાળવણી કરવામાં આવી છે.

મનપા કમિશનર જે.એન. વાઘેલાએ 19 જાનવ્યુઆરીના રોજ રૂ.1247 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. રૂ.397.75 કરોડની પુરાંત સાથેના આ બજેટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની માળખાકીય સુવિધાને પ્રાધાન્ય આપવામાં આવ્યુ હતું. તેમાં સેકટર-30 ને મોડલ સેક્ટર તરીકે વિકસાવવા અને રૂ. 43 કરોડના ખર્ચે વધુ પાંચ આઈકોનીક એપ્રોચ રોડ બનાવવાની દરખાસ્ત થઈ હતી. આ ઉપરાંત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ઇન્દ્રોડા કિલ્લાનું અને અંબાપુર વાવનો વિકાસ કરવા તેમજ મ્યુનિ. વિસ્તારના સિનિયર સીટીઝન માટે દર માસે ઘર આંગણે વિનામૂલ્યે આરોગ્ય ચેકઅપ કરવાની દરખાસ્ત પણ થઈ હતી.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતીની બેઠકમાં આ મહત્ત્વની દરખાસ્તોને યથાવત રાખીને કેટલાક ફેરફાર સૂચવવામાં આવ્યા હતા. સ્થાયી સમિતી ચેરમેન જશવંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્થાયી સમિતીના સભ્યોએ દરેક વોર્ડ દીઠ એક લાઈબ્રેરી અને એક યોગ સ્ટુડિયો બનાવવા સૂચન કર્યું હતું. દરેક વયના નાગરિકો આ માટે બંને સુવિધા ઉપયોગી જણાતા સ્થાયી સમિતી દ્વારા પ્રથમ વખત આ કામગીરી માટે ફાળવણી કરવામાં આવી છે. વોર્ડ દીઠ લાઈબ્રેરી માટે રૂ.બે કરોડ અને યોગ સ્ટુડિયો માટે રૂ.1.50 કરોડના ખર્ચની દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જીમખાના સહિતના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે મ્યુનિ. કમિશનરે રૂ.4 કરોડના ખર્ચનો અંદાજ રજૂ કર્યો હતો, જેને વધારીને રૂ.પાંચ કરોડ કરાયો છે.

મ્યુનિસિપલ કાઉન્સિલરને રૂ.25 લાખની વિવેકાધીન ગ્રાન્ટ આપવામાં આવે છે. મોટા ભાગના સભ્યોની આ ગ્રાન્ટ વપરાઈ નથી. વણવપરાયેલી ગ્રાન્ટ લેપ્સ ન થાય તે માટે સ્થાયી સમિતિએ બાકી રહેલી ગ્રાન્ટને આગામી વર્ષમાં કેરી ફોરવર્ડ કરવા દરખાસ્ત કરી છે. સભ્યોને ગ્રાન્ટ પેટે વર્ષ દરમિયાન 11 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેર નદી કિનારે વસેલું છે. નદી કિનારે ધોળેશ્વર મહાદેવ, કોબેશ્વર મહાદેવ, ઈન્દ્રોડાનો કિલ્લો જેવા સ્થળો પૌરાણિક મહત્ત્વ ધરાવે છે. આવા પૌરાણિક મહત્ત્વ ધરાવતા સ્થળોને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે મનપા દ્વારા પ્રથમ વખત કવાયત હાથ ધરાઈ છે. ગાંધીનગરમાં પર્યટન પ્રવૃત્તિ વિકસે તે હેતુથી બે કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગાંધીનગર મનપામાં સમાવિષ્ટ 18 ગામ તથા પેથાપુર પાલિકામાં ગામ વચ્ચે આવેલા ચોકના ડેવલપમેન્ટ માટે 2 કરોડની ફાળવણી કરવાની દરખાસ્ત રજૂ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com