અયોધ્યામાં રામ મંદિર બનાવાને કારણે જમીનના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે. મુંબઇના મોટા મોટા બિલ્ડર્સ અત્યારે ત્યાં ધામા નાંખ્યા છે. બધા બિલ્ડર્સને ખબર હતી કે અયોધ્યામાં જમીનના ભાવ વધશે એટલે તેમણે 3 મહિના પહેલાંથી જ મોટા પાયે જમીનો ખરીદી લીધી હતી.બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચને પણ રામ મંદિરથી માત્ર 10 મિનિટના અંતરે પ્લોટ ખરીદ્યો છે.
14.5 કરોડ રૂપિયામાં 10,000 સ્કવેર ફુટનો પ્લોટ ખરીદ્યો છે. મુંબઇના બિલ્ડર્સમાં હિરાનંદાની ગ્રુપ, ગોદરેજ પ્રોપર્ટી, રેમન્ડ રિઅલટી, ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા, રનવાલ ગ્રુપ, કે, રાહેજા ગ્રુપે અયોધ્યામાં ધામા નાંખ્યા છે.
જે જમીનના ભાવ 1,000થી 2,000 રૂપિયા ભાવ ચાલતો હતો તેના 4થી 6 હજાર થઇ ગયા છે અને રામ મંદિરની આજુબાજુની જમીનના ભાવ 3,000 ચાલતા હતા તેના સીધા 10થી 15000 પહોંચી ગયા છે.