GJ-૧૮ શહેરમાં દે ઠોક કૃત્રીમ ઉછાળા ભાવમાં લાવીને મંજુરી ઉપરાંત ના વધારાના કામો સાથે જાયન્ટ કરોડો નહીં અબજાે કમાવેલી અનેક કંપનીઓ પર આઇટી શાખાનો ડોળો મંડીયેલો છે, હજુ ૨૫ જેટલી બિલ્ડરોની કંપનીઓ પર આઇટીની બાજ નગર રાખઈ રહી છે, અનેક નવા નીત નામોથી રજીસ્ટર્ડ કરાવીને અબજાે રૂપિયા કમાવેલી કંપનીઓ પર આઇટી જે ત્રાટકી છે, તેમાં હજુ ઘણા બાગડબીલ્લા લપેટમાં આવનારા છે,ત્યારે રાયસણ, કુડાસણ, કોબા, રાંદેસણથી લઇને ન્યુ gj-૧૮નો આખો વિસ્તાર કવર કરી લીધો છે,ત્યોર psy જીરૂ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા ભાગીદારોની ઓફિસ અને રહેઠાણે આવકવેરા વિભાગ ૨૭ સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરતા અંદાજે ૧ હજાર કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે. દરોડાની કાર્યવાહી દરમ્યાન ૧૫ બેન્ક લોકરો, ૨ કરોડની રોકડ રકમ અને પાંચ કરોડના દાગીના મળી આવ્યા છે. કાચી ચિઠ્ઠીઓ, વાંધાજનક દસ્તાવેજાે અને ડિજિટલ ડેટા જપ્ત કરાયા છે. બિલ્ડર ગ્રૂપની કુડાસણ નજીક આવેલી કોર્પોરેટ ઓફિસ, રહેઠાણે અને એક ફાર્મ હાઉસમાં તપાસ કરી હતી. ગાધીનગર ગીફટ સીટીમાં લિકરની પરમિટની જાહેરાત થયા પછી ગિફ્ટ સીટીમાં અને તેની આસરપાસ ગાંધીનગરમાં જમીનોના ભાવમાં કુત્રિમ ઉછાળો લાવીને જમીનોના સૌદા કરવાનો ખેલ હતો. ગાંધીનગરના પીએસવાય આપના બિલ્ડર નિલય દેસાઈ, બંકિમ જાેષી અને વિક્રાંત પૂરોહિત સહિત અનેક જમીન દલાલોને ત્યાં તપાસ ચાલી રહી છે. મુંબઈના કેટલાક બિલ્ડર, બોકરો અને રોકાણકારોએ ગાંધીનગર અને તેની આસપાસ મોટા પ્રોજેકેટની જાહેરાત કરીને જમીનો પણ ખરીદી હતી જેની માહિતી it ને મળી ગઇ છે. આવકવેરાની તપાસ ચાલી રહી છે. અને તપાસના અંતે બીજા કેટલાક બિલ્ડરોના નામ બહાર આવે તેમ છે. બેન્કોમાંથી એકાઉન્ટની ડિટેઇલ લેવાની બાકી છે. છેલ્લા પાંચ વર્ષમાં કેટલા જમીનોના સોદાઓ કરાયા કે પ્રોપર્ટી ખરીદવામાં આવી તેની માહિતી અધિકારીઓ મેળવી રહ્યા છે. બેન્ક લોકરોમાંથી દાગીના અને રોકડ રકમ સહિત વાંધાજનક દસ્તાવેજાે મળે તેવી શક્યતાઓ છે.
——–
It ની રેડ અનેક બિલ્ડરોમાં ફફડાટ, કાચા ચીઠા અને બહારના રોકાણકારો જેમણો ફ્લેટોના બ્લોક ખરીદીને ટ્રેડીંગ કરવાવાળા ઉપર પણ હવે બાજ નજર આઇટી રાખી રહી છે,ત્યારે psy ગ્રુપમાંથી જે ૧ હજાર કરોડના બીનહિસાબી વ્યવહારો મળતાં હવે અનેક gj-૧૮ ન્યુ ખાતે ધમધોકાર સ્કીમો ચલાવતા અને બિલ્ડરો પર સંકજાે કરાવા આઇટીની ટીમ રડારમાં છે,
આઇટીની ટીમે હજુ બોણી કરી છે, પણ સર્ચ વ્યવસ્થિત કરશે તો હજુ ઘણાજ બિલ્ડરો સકંજામાં આવે તેવી શક્યતા, મોટા ભાગના બિલ્ડરોની ઓફીસો બંધ, નૌ દો ગ્યારહ થઇ ગયા, ૧૦ થી ૧૫ વર્ષમાં અનેક લોભામણી સ્કીમો લાવીને બ્રોશર મુજબ ફ્લેટ, બંગલા ધારકોને ન મળતાં આખરે ફરીયાદો પણ રેરામાં ઉઠવા પામી છે, રેરામાં સૌથી વધારે ફરીયાદો હાલ ન્યુ gj-૧૮ ખાતેના બિલ્ડરોની આવી રહી છે, બ્રોશરમાં બતાવ્યા બાદ કોઇજ સુવિધા નહીં, લૂંટોભાઇ લૂંટો જેવો ઘાટ થતાં હવે આઇટી રડારમાં