અમદાવાદ
અમદાવાદ માં પધારેલા ફીજીના નાયબ પ્રધાન મંત્રી બીમન પ્રસાદ તથા વિશ્વ ના શહેરો મા વસતા ગુજરાતીઓ નું મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી ધારાસભ્ય અમિતભાઈ શાહ , વોટર કમિટી નાં ચેરમેન શ્રી દિલીપભાઈ બગડિયા સહિત અમ્યુકો નાં પદાધિકારીઓ દ્વારા હેરિટેજ વોક માં સ્વાગત કરાયું.
એસોસિયેશન ઓફ ઇન્ડિયન અમેરિકન ઇન નોર્થ અમેરિકા (આઇના) ના ઇન્ડિયા ચેપ્ટર ના અધ્યક્ષ પ્રફુલ નાયક તથા કલ્પક કેકડે દ્વારા આયોજિત પ્રવાસી ગુજરાતી પર્વ નિમિત્તે સદીઓ નાં સાંસ્કૃતિક વસવાટ ધરાવતા ઈતિહાસિક નગરી માં વિહાર કરીને પધારેલા મહાનુભાવો એ આનંદ અનુભવ્યો. ૨૦૨ વર્ષ પહેલાં સ્થપાયેલું દુનિયા નું સૌ પહેલું સ્વામિનારાયણ મંદિર થી શરૂ થઈ પદયાત્રા વિવિધ પોળો મારફતે ભાતીગળ સંસ્કૃતિ ની ઝલક મેળવી જુમ્મા મસ્જિદે પૂરી થઈ. ફીજી ના માનનીય નાયબ પ્રધાન મંત્રી બીમન પ્રસાદ અને યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝિલેન્ડ વિગેરે ના માનનીય પદાધિકારીઓ સહિત ના આંતરરાષ્ટ્રિય મહેમાનો દ્વારા આ મંદિર થી મસ્જિદ સુધી ની છસ્સો વર્ષ ની યાત્રા યાદગાર રહેશે તેમ જણાવાયું હતું.