વિધાનસભામાં રજૂ કરેલા વાર્ષિક અહેવાલ મુજબ છેલ્લાં બે વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2021मां 15185 अने वर्ष 2022मां 15751थी वधु અકસ્માતો નોંધાયા છે એટલે કે રાજ્યમાં દરરોજ 40થી વધુ અકસ્માતો થઈ રહ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2020માં આ અકસ્માતની સંખ્યા 13398 હતી એટલે તેમાં 12 ટકાથી વધુનો વધારો થયો છે.
ગુજરાત રાજ્ય માર્ગ સલામતી સત્તા મંડળ દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા વર્ષ 2022-23ના વાર્ષિક અહેવાલમાં આ વિગતો બહાર આવી છે. જો કે,વર્ષ 2012થી2022માં ઘટાડો છે, પણ 11 વર્ષમાં ઘટાડા પૈકી વર્ષ 2021 અને 2022 એમ બે વર્ષમાં છેલ્લા બે વર્ષમાં વધારો જોવા મળ્યો છે તે પણ ચોંકાવનારી બાબત છે. ઉપરાંત છેલ્લા 11 વર્ષમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોની સંખ્યામાં પણ 45.43 ટકાનો ઘટાડો જોવા મળ્યો હોવાનું અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.
અહેવાલમાં અકસ્માતોની સંખ્યા ઘટવા પાછળના કારણોમાં જણાવ્યું છે કે, રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે કડક પગલાં, લેન ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડ, માર્ગ પરથી દબાણ હટાવવું, યોગ્ય પાર્કિંગ, અન્ડર એઇજ ડ્રાઇવિંગ સામે સખત પગલા લેવાતા અકસ્માતોની સાથે ઇજાગ્રસ્તોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું નોંધ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 11 વર્ષમાં વર્ષ 2012માં સૌથી વધુ 27,947 અકસ્માત થયા હતા.