અમદાવાદ
રેલ ટ્રાફિકમાં અનધિકૃત મુસાફરી અટકાવવા માટે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અમદાવાદ પવનકુમાર સિંઘની આગેવાની હેઠળ વિવિધ પ્રકારની ટિકિટ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.અમદાવાદ પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગે છેલ્લા 10 મહિનામાં સઘન ટિકિટ ચકાસણી અભિયાન ચલાવીને રૂ.23 કરોડ 02 લાખની આવક મેળવી છે. રેલ ટ્રાફિકમાં અનધિકૃત મુસાફરી અટકાવવા માટે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અમદાવાદ પવનકુમાર સિંઘની આગેવાની હેઠળ વિવિધ પ્રકારની ટિકિટ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.અમદાવાદ ડિવિઝન દ્વારા ટિકિટ ચેકિંગ ઝુંબેશમાં મહિલા ટિકિટ ચેકિંગ સ્કવોડ સહિત મહત્તમ કર્મચારીઓનો સહકાર લીધો હતો. મણિનગર-નડિયાદ, અસારવા-દહેગામ, મહેસાણા-પાલનપુર, પાલનપુર-ગાંધીધામ વિભાગો અને અમદાવાદ સ્ટેશન પર વિવિધ પ્રકારની ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ મોટા પાયે તપાસ દરમિયાન, 29885 કેસ નોંધાયા હતા અને 2.01 કરોડ રૂપિયાથી વધુની રકમ વસૂલવામાં આવી હતી, જે ગયા વર્ષ કરતાં 22.78 ટકા વધુ છે.આ વર્ષે, એપ્રિલ 2023 થી જાન્યુઆરી 2024 સુધીમાં, બોર્ડે ટિકિટ વિનાના, અનિયમિત ટિકિટ, બુક ન કરાવેલા માલના કુલ 3.21 લાખ કેસ અને 23.02 કરોડ રૂપિયાની આવક એકત્રિત કરી.