ભીખ માગવાનો ધંધો એકદમ કસદાર છે એમ કહો તો કોઈ વાત નહીં માને, પરંતુ ઇન્દોરમાં એક મહિલાએ ૪૫ દિવસમાં અઢી લાખ રૂપિયાની આવક કરી છે એ હકીકત છે. ઇન્દોરમાં ભવરસલા સ્ક્વેર-લવકુશ સ્ક્વેર ખાતે અધિકારીઓએ એક મહિલાને ઝડપી લીધી હતી અને તેણે ભીખ માગીને ૪૫ દિવસમાં અઢી લાખ રૂપિયાની કમાણી કરી હોવાનો એકરાર કર્યો હતો. મધ્ય ભારતમાં સૌથી મોટો અને એકદમ આસાન બિઝનેસ ભીખ માગવાનો છે.
ઇન્દોરમાં ૭૦૦૦થી વધુ ભિક્ષુકો છે અને તેઓ શહેરની ૯૮.૭ ટકા વસ્તી કરતાં વધુ કમાણી કરે છે. ૪૫ દિવસની સરેરાશ આવક અઢી લાખ રૂપિયા ગણીએ તો વર્ષના ૨૦.૨૭ લાખ રૂપિયા થાય. વેકેશન અથવા તો કોઈ રાષ્ટ્રીય કાર્યક્રમ હોય ત્યારે દેખીતી રીતે જ આ આવકમાં વધારો થાય.