આગેવાનો લોભ, લાલચ અને ધનના બદલે સેવાની સાધના સ્વિકારી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે ખિસકોલી રેતમાં આળોટી સેતુમાં યોગદાન આપ્યું હતું એમ નાગરિકો પોતાનું યોગદાન આપે : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ
અમદાવાદ
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં વિધિવત રીતે જોડાઈ રહેલા સામાજિક-શૈક્ષણીક અને રાજકીય પદાધિકારીઓ, કાર્યકરોને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતીઓની મુશ્કેલીમાં લોકો કોંગ્રેસ સાથે જોડાઈ મદદ કરે એ જરૂરી છે. આગેવાનો લોભ, લાલચ અને ધનના બદલે સેવાની સાધના સ્વિકારી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે ખિસકોલી રેતમાં આળોટી સેતુમાં યોગદાન આપ્યું હતું એમ નાગરિકો પોતાનું યોગદાન આપે.
કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. રાજ્યમાં અવારનવાર બ્રીજ-પુલ તુટવાની ઘટનાઓ બને છે, પરંતુ ક્યાંય કમલમ કાર્યાલય તુટ્યું હોય તેમ જણાતું નથી. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપની જનવિરોધી નીતિના કારણે સમાજના તમામ વર્ગો હેરાન-પરેશાન છે. ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દીધું છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ ભયમુક્ત ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. ભાજપ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોમાંથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓને આવકારીએ છીએ.
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિ.મી. ની પદયાત્રા દ્વારા દેશને પ્રેમ, ભાઈચારા, સમાનતાના સિધ્ધાંતો થી દેશને જોડવા માટે મહાઅભિયાન કરેલ છે જે આજે પણ વિવિધ રીતે “હાથ સે હાથ જોડો” થી આગળ વધી રહ્યું છે. દેશમાં આર્થિક અસમાનતા વધી રહી છે. ગરીબ અતિ ગરીબ થતો જાય છે. ધનિક વધુ ધનિક થતા જાય છે. ભાજપ સરકારની નિતિ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને નુકસાન કરનાર છે. ખેડૂત-ખેતીને બચાવવામાં દેશ હિતમાં કામ કરવાની જરૂર છે. ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે ગાંધી-સરદારના ગુજરાતમાં “હાથ સે હાથ જોડો” અભિયાન દ્વારા વધુમાં વધુ ભાઈ-બહેનો સક્રિય પણે કોંગ્રેસ પક્ષ જોડાઈ રહ્યા છે તે તમામ અભિનંદનને પાત્ર છે.પૂર્વધારાસભ્ય અને હાથ સે હાથ જોડોના કન્વીનર શ્રી ઈન્દ્રનીલ રાજગુરુ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ જી.એમ. ડામોર, શ્રી હરેશભાઈ કોઠારી, શ્રી વશરામ સાગઠીયા, શ્રી આકાશ સરકાર, શ્રી નેહલ દવે, પ્રા. અર્જુનભાઈ રાઠવા, ભેમાભાઈ ચૌધરી સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.