ડબલ એન્જીન સરકારની ગામડા વિરોધી નીતિ અને નિયતને કારણે ગામડા તૂટી રહ્યા છે : સબકા સાથ સબકા વિકાસના સુત્રો આપ્યા પણ ગામડાના વિકાસ માટે સરકારનું ઓરમાયું વર્તન : અમિત ચાવડા

Spread the love

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  અમિત ચાવડા

વર્ષ ૨૦૨૩-૨૪ માં રાજ્યનું દેવું ૩,૭૭,૩૬૨ કરોડ વર્ષ ૨૦૨૪-૨૫ ના અંદાજપત્ર મુજબ દેવું ૪,૨૬,૩૮૦, કરોડ થશે. ગત વર્ષ કરતા દેવામાં ૫૦,૦૦૦ કરોડનો વધારો.ઉત્સવો, મેળાવડા, જાહેરાતોના કારણે દેવામાં મોટો વધારો

ગાંધીનગર

વર્ષ ૨૦૨૪-૨૫ ના અંદાજપત્ર ઉપરની ચર્ચામાં ભાગ લેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  અમિત ચાવડાએ જણાવ્યું કે,ડબલ એન્જીન સરકારની ગામડા વિરોધી નીતિ અને નિયતને કારણે ગામડા તૂટી રહ્યા છે . સબકા સાથ સબકા વિકાસના સુત્રો આપ્યા પણ ગામડાના વિકાસ માટે સરકારનું ઓરમાયું વર્તન.રાજ્યની ઓ.બી.સી. ની પર% વસ્તી જેમાં ૧૪૬ જ્ઞાતિઓનો સમાવેશ, પરંતુ બજેટમાંથી ૧% રકમ પણ ન ફાળવી અન્યાય કર્યો છે .વર્ષ ૨૦૧૨ માં સર્વેમાં ૫૦ લાખ કાચા મકાનો – ઝુંપડા હતા, ૨૦૨૪ માં પણ લાખો પરિવારોને પાકા મકાન ન મળ્યા : ગ્રામ વિકાસ માટે દેશના તમામ રાજ્યોમાં સરેરાશ બજેટના ૫% ફાળવ્યા, જયારે ગુજરાતમાં બજેટના ૨.૯% ફાળવી ગ્રામ વિકાસ માટે સરકારની ઉદાસીનતા.ખેતી-ખેડૂતો માટે સરકારની ઉદાસીનતા, ગુજરાતમાં બજેટના ફક્ત ૫% રકમની ફાળવણી, જયારે દેશના અન્ય રાજ્યોમાં સરેરાશ ૫.૯% ફાળવણી.પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારમાં યુનિટ કિંમત રૂ. ૧.૨૦ લાખ, શહેરી વિસ્તારમાં યુનિટ કિંમત રૂ. ૩.૫૦ લાખ, ગામડાના લાભાર્થીઓ સાથે ભેદભાવ કેમ?આરોગ્ય ક્ષેત્રે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં બજેટની ઓછી ફાળવણી, દેશમાં સરેરાશ બજેટના ૬.૨% ની ફાળવણી સામે, ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ૫.૬% ની ફાળવણી.સરકારની ગામડા વિરોધી નીતિઓથી ગામડા ખાલી થઇ રહ્યા છે. શહેરો તરફની દોટ વધી રહી છે. વધતી વસ્તીને કારણે શહેરોમાં ટ્રાફિક, મોંઘવારી, પ્રદુષણ, કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગુન્હાખોરીમાં વધારો થયો. ગ્રામ્ય વિસ્તારમાં સારી શિક્ષણ, આરોગ્ય રોજગાર, માળખાગત સુવિધાઓની વ્યવસ્થા ન થવાને કારણે ગામડા ખાલી થઇ રહ્યા છે.અંદાજપત્રમાં જાહેરાતો મોટી થાય છે, ફાળવણી ઓછી કરવામાં આવે છે અને ખર્ચ એનાથી પણ ઓછો થાય છે.વર્ષ ૨૦૨૪-૨૫ ના વર્ષના ના ૩,૩૨,૪૬૫ કરોડના બજેટમાંથી ૪૮,૯૮૦ કરોડ પગાર ખાતે ૨૬,૪૨૪ કરોડ પેન્શન ખાતે ૨૯,૯૫૪ કરોડ વ્યાજ ચુકવવામાં વપરાશે. ૩૦% રકમ તો પગાર-પેન્શન-વ્યાજમાં જ વપરાશે. વર્ષ ૨૦૨૩-૨૪ માં રાજ્યનું દેવું ૩,૭૭,૩૬૨ કરોડ વર્ષ ૨૦૨૪-૨૫ ના અંદાજપત્ર મુજબ દેવું ૪,૨૬,૩૮૦, કરોડ થશે. ગત વર્ષ કરતા દેવામાં ૫૦,૦૦૦ કરોડનો વધારો.ઉત્સવો, મેળાવડા, જાહેરાતોના કારણે દેવામાં મોટો વધારો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *