Cng ગેસ પુરાવી નીકળેલી કાર ગાંધીનગરના જૂના સચિવલરના દરવાજા સામે સળગી ઉઠી..

Spread the love

ગાંધીનગરના જૂના સચિવલરના દરવાજા સામે સમી સાંજે કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કાર બળીને ખાખ થઇ ગઇ છે. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. મળતી માહિતી મુજબ આ કાર વાવોલ ખાતે રહેતા મનોજભાઇની છે.

Cng ગેસ પુરાવી મનોજભાઈ જુના સચિવાલય જઈ રહ્યા હતા. એ વખતે ગેટ આગળ અચાનક ગાડી બંધ થઈ ગઇ હતી. જેથી તેમણે ગાડીનો સેલ માર્યો હતો. પરંતુ ગાડી ચાલુ થઈ ન હતી. એટલે ફરીવાર ગાડી ચાલુ કરવાનો પ્રયત્ન કરતા અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. જેથી સમય સૂચકતા વાપરી તેઓ ગાડીમાં થી બહાર આવી ગયા હતા. હજી તેઓ કોઈને મદદ માટે ફોન કરે ત્યાં સુધીમાં તો ગાડી માં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેનાં કારણે મનોજભાઈએ મદદ માટે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

આ કોલ મળતા જ ફાયરના કર્મચારી ગૌતમભાઈ પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જોકે ઘડીભરમાં લાગેલી વિકરાળ આગમાં ગાડી સળગી ગઈ હતી. બનાવના પગલે જુના સચિવાલયના કર્મચારીઓ સહિત રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. આ અંગે ફાયર બ્રિગેડના સૂત્રોએ ઉમેર્યું કે સ્પાર્ક થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com