કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બીજા દિવસે ગુજરાતને અનેક ભેટ આપશે. ખાસ કરીને પાણીને લગતી કેટલીક સુવિધાઓ અમદાવાદને ભેટ સ્વરૂપે મળવા જઈ રહી છે. તારીખ 13 ફેબ્રુઆરીના રોજ અમિત શાહ તળાવ, સિંચાઇ જેવા અનેક કામોના ખાતમૂહર્ત કરશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તારીખ 12 ના રોજ અમદાવાદને અનેક મોટી ભેટ આપી છે. જોકે હવે બીજા દિવસે અનેક સુવિધાઓના લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે.
સૌ પ્રથમ વી.આઇપી.રોડ, શેલા, ખાતે આવેલા ઔડા દ્વારા નવનિર્મિત કોમ્યુનીટી હોલનું લોકાર્પણ અમિત શાહ સવારે 9:45 વાગ્યે કરશે.
ત્યાર બાદ નળ સરોવર રોડ ખાતે સાણંદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે નવનિર્માણ પામનાર ગોડાઉન તથા કોમ્પલેક્ષના કામનું ખાતમૂર્હુત સવારે 10:00 કલાકે કરશે.
સાણંદ ખાતે મોડાસર તળાવના લોકાર્પણ પ્રસંગે અમિત શાહ સવારે 10:45 કલાકે પહોંચશે. બાદમાં અન્ય એક ઝોલાપુર તળાવનું લોકાર્પણ અમિત શાહના હસ્તે સવારે 11:15 કલાકે થશે.
છારોડી ખાતે SSNL ના નળકાંઠાની સિંચાઈ સુવિધાના નવીન કામનું ખાતમૂર્હત ઉપરાંત ઔડા અને જીલ્લા વહિવટી તંત્રના વિકાસલક્ષી વિવિધ કામોના ખાતમૂર્હત અને લોકાર્પણ 11:30 વાગ્યે અમિત શાહના હસ્તે કરાશે. મહત્વનું છે કે અહીં અમિત શાહ જાહેર સભા પણ સંબોધશે.