લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં મોટા પ્રમાણમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. જેના માટે વિવિધ પક્ષો માંથી નાના મોટા નેતાઓને કોંગ્રેસમાં જોવામાં આવી રહ્યા છે.
આ વચ્ચે લાંબા સમય બાદ વિપુલ ચૌધરી ભાજપના કાર્યક્રમમાં હાજર રહ્યા છે.
વિજાપુર ખાતે કાર્યક્રમમાં વિપુલ ચૌધરીના હાજર રહેવાથી ઘણાં તર્ક વિતર્કો શરૂ થયા છે. આ દરમિયાન દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીનું નિવેદન આપતાં જણાવ્યું કે, ભાજપના પ્રથમ સાંસદ એવા એ.કે.પટેલ 85 વર્ષેની ઉંમરે સક્રિય રહી શકતા હોય તો હું કેમ નહીં.
આ સાથે જ વિપુલ ચૌધરીએ જણાવ્યું કે, મને પાર્ટી જે આપે તે કામ કરવા તૈયાર છું. આ સાથે જ વિપુલ ચૌધરીએ રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે. તેમજ ફરી એકવાર પાર્ટીમાં સક્રિય થવાના કારણે લોકસભા ચૂંટણી પહેલાં નવા સમીકરણો પણ જોવા મળી શકે છે.
આ તરફ ભાજપમાં જોડાયા બાદ વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડાએ જણાવ્યું કે, હું ક્યારેય નથી કહેતો કે કોંગ્રેસ ખરાબ છે. વર્તમાન સમયમાં વિકાસ થઇ રહ્યો છે તે જોતા હું ભાજપમાં જોડાયો છું. હાઇકમાન્ડ સાથે મારી કોઈ પદ બાબતે ચર્ચા થઈ નથી. પાર્ટી મારો જ્યાં ઉપયોગ કરે ત્યાં હું તૈયાર છું.