કોરોનાના સંક્રમણથી બચવા માટે નાગરિકો દ્વારા વાલ્વ કે ફિલ્ટર વાળા માસ્કનો થતો ઉપયોગ  હિતાવહ નથી

Spread the love

First-Class Cotton Face Mask with Breathing Valve PM2.5 Filter Protective  Mask

કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી.ત્યારે માસ્ક એ જ સૌથી સરળ ઉપલબ્ધ વિકલ્પ છે રાજયમાં નાગરિકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ પ્રકારના માસ્ક પૈકી ફિલ્ટર કે વાલ્વવાળા માસ્કનો પણ ઉપયોગ કરવામાં આવે છે,જે કોરોના ના ગ્રસ્ત વ્યક્તિ પહેરે તો વિષાણુંઓ પ્રસાર સામે પુરતું રક્ષણ આપતા નથી તેથી આવા માસ્ક પહેરવા હિતાવહ નથી એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયુ છે. યાદીમા વધુમાં જણાવાયાનુસાર ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પણ આ પ્રકારના માસ્કનો ઉપયોગ ન કરવા માર્ગદર્શિકા આપવામાં આવેલ છે.આથી રાજયના તમામ નાગરિકો વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ ન કરે તે તેમના આરોગ્યના હિતમા છે. કોરોનાથી બચવા માટે નાગરિકો જ્યારે પણ બહાર નીકળે ત્યારે અવશ્ય માસ્ક પહેરે, બહારથી આવીને સાબુથી હાથ ધુવે, સેનીટાઈઝરનો પણ ઉપયોગ કરે તો ચોકકસ તેઓ પોતે અને તેમના પરિવારને સંક્રમણથી બચાવી શકશે.વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ ન કરવા માટે લોક જાગૃતિ ફેલાય તે માટે આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે નાગરિકોને પણ યોગ્ય તકેદારી રાખીને આવા માસ્કનો ઉપયોગ ન કરવા અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com