ગાંધીનગર મહાનગરપાલિકાનાં ચેરમેન એવા દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગાબાપુ કોરોના પોઝીટિવ આવ્યો છે. ત્યારે ગાંધીનગર ખાતે અગાઉ કમિશનર, ડેપ્યુટી કમિશનરથી લઈને આશરે 40 થી વધારે અધિકારી કર્મચારી કોરોના પોઝિટિવ આવીને સારવાર બાદ રેડી થઈ ગયા છે. ત્યારે કર્મચારીઓ, અધિકારીઓ બાદ ભાજપના હોદ્દેદાર ને કોરોના પોઝિટિવ આવતા અનેક ચર્ચા થવા માંડી છે. ત્યારે દેવેન્દ્રસિંહ ચાવડા પોતાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જણાવેલ કે, મારી સાથે બેઠેલા અથવા મારી મુલાકાત લીધી હોય તો સૌ મિત્રો કોરોન્ટાઇન થવાની સલાહ આપી છે, અને જીગાબાપુ હાલ કોરોન્ટાઇન થઇને સારવાર હેઠળ છે. ત્યારે અનેક ભાજપના નગરસેવકો અને કાર્યકરો કોરોન્ટાઇન થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.