આગામી છ માસમાં રાજ્યની તમામ નગરપાલિકાઓને દરેક ઘરોમાં ૧૦૦ ટકા નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનું આહ્વવાન કરતા મુખ્યમંત્રી

Spread the love

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘નળ સે જલ – હર ઘર જલ’ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા રાજ્યના લોકોને પીવા માટે ૧૦૦ ટકા સરફેસ વોટર મળતું થાય તેવા ઉદ્દેશ સાથે આગામી છ માસમાં રાજ્યની તમામ નગરપાલિકાઓ દરેક ઘરોમાં ૧૦૦ ટકા નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવું આયોજન કરવાનું આહ્વાન કર્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અનુદાનમાંથી ફાળવવામાં આવેલ રૂ. ૧૦૫ કરોડના ખર્ચે કુલ ૨૩ નગરપાલિકાઓના વિવિધ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હુત કરાયું હતું. વિજય રૂપાણીએ 23 નગરપાલિકાઓના વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હુત પ્રસંગે કહ્યું કે, કોરોના મહામારીમાં પણ ગુજરાતે વિકાસ કામો અટકવા દીધા નથી. રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં પ્રજાલક્ષી વિકાસ કામો નાણાંના અભાવે અટકવા જોઇએ નહી, રાજ્ય સરકાર પૂરતા નાણા આપશે. આગામી દિવાળી પહેલા રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં રસ્તાના અને સ્વચ્છતાના કામો પૂર્ણ કરવા જોઇએ. આ માટે રાજ્ય સરકારે રૂ. ૧૬૦ કરોડની રકમ પણ ફાળવી છે. દિવાળી પહેલા રસ્તા અને સફાઇ દ્વારા નગરોની શોભા વધારીએ એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ પ્રજાલક્ષી આ વિકાસ કામો માટે અભિનંદન આપતાં જણાવ્યું હતું કે કોરોના મહામારીએ આપણને જીવન જીવવાની નવી પદ્ધતિ શીખવાડી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આપણે કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવી શક્યા છીએ. ગુજરાતમાં સઘન પ્રયાસોને પરિણામે ૮૫ ટકા લોકો કોરોનાથી સાજા થયા છે, મૃત્યુદર ઘટીને ૨.૫ ટકા થયો છે. ગુજરાતમાં કોરોના મહામારી, વાવાઝોડા, પૂર, અતિવૃષ્ટિ જેવી આપત્તિઓમાં પણ વહીવટી તંત્રએ તેની સામે લડવાની ક્ષમતા પ્રસ્થાપિત કરી છે.

તેમણે ઉમેર્યું કે, કોરોનાથી ડર્યા વિના સાવચેતી સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા ચાર મહિનામાં અંદાજે રૂ. ૧૧,૦૦૦ કરોડથી વધુના વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હુત કરવામાં આવ્યા છે. રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં વિકાસ કામો માટે તાજેતરમાં રૂ. ૧૧૦૦ કરોડની રકમ સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. નાણાના અભાવે આપણે રાજ્યમાં વિકાસ કામો અટકવા દીધા નથી એમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની નગરપાલિકાના વિસ્તારમાં બિનઅધિકૃત નળ જોડાણ ધરાવતા લોકો રૂ. ૫૦૦ ભરીને તેને અધિકૃત કરાવીને આ યોજનાનો મહત્તમ લાભ મેળવે નહીં તો આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા રૂ. ૫૦૦૦નો દંડ કરીને નળ જોડાણ કાપી નાખવામાં આવશે. આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને નગરપાલિકા દ્વારા પોતાની તમામ સેવાઓમાં વધુ પારદર્શીતા, ઝડપ અને સરળીકરણ આવે તે માટે ઓનલાઇનની વ્યવસ્થા ઉભી કરે તેવો પણ મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે તમામ હોદ્દેદારોને અનુરોધ કર્યો હતો. રાજ્યની નગરપાલિકાઓ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગટરના પાણીને શુદ્ધ કરીને તે પાણી ઉદ્યોગો, ખેતીને આપે અને જરૂર પડે તો તળાવમાં નાખીને પાણીના જળ સ્ત્રોત ઉંચા લાવે. આ સાથે પાણીને પારસમણી સમજીને એક-એક બુંદનો ઉપયોગ કરવા સૌને અનુરોધ કર્યો હતો. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરીએ વિકાસ કામો પ્રસંગે અભિનંદન અને શુભેચ્છાઓ આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતના શહેરો સંતુલિત-સર્વગ્રાહી વિકાસ કરી રહ્યા છે. રાજ્યના શહેરોમાં વિકાસ કામોની સાથેસાથે પાયાની સુવિધા જેવી કે પાણી, રસ્તા, વિજળી, ગટર અને સ્વચ્છતા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના અને ૧૪મા નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત અંદાજે રૂ. ૧૦૫ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ વિવિધ પ્રજાકલ્યાણના વિકાસ કામોમાં સુરત ઝોનમાં વ્યારા, અંકલેશ્વર, નવસારી, ભાવનગર ઝોનમાં શિહોર, તળાજા, ગારીયાધાર અને ગાંધીનગર ઝોનમાં પાલનપુર એમ કુલ ૭ નગરપાલિકાઓના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત અમદાવાદ ઝોનમાં ધંધુકા, સુરત ઝોનમાં ભરૂચ, આમોદ, નવસારી, બિલીમોરા અને રાજપીપળા, વડોદરા ઝોનમાં ગોધરા, રાજકોટ ઝોનમાં જામરાવલ, જસદણ, રાણાવાવ, ભાવનગર ઝોનમાં પાલીતાણા, તળાજા, મહુવા, કેશોદ, માણાવદર, વિસાવદર, અને બાંટવા જ્યારે ગાંધીનગર ઝોનમાં મોડાસા નગરપાલિકાના વિકાસ કામોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઇ-ખાતમૂર્હુત કરાયું હતું. મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના કમિશનર શ્રી રાજકુમાર બેનીવાલે સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ પ્રસંગે કાર્યક્રમના વિવિધ સ્થાનો ઉપરથી સાંસદ પરબતભાઇ પટેલ, સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, ધારાસભ્યશ્રીઓ, કલેક્ટરશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ ઓનલાઇનના માધ્યમથી જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com