ભાજપ દ્વારા આવનારી પેટા ચૂંટણીને લઇને અગાઉ સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે ખબરપત્રી દ્વારા 4 સીટ જોખમમાં હોવાનું તારણ બહાર આવ્યું હતું. ત્યારે બીજી વખત સર્વેમાં 8 સીટો જોખમમાં હોવાની ચર્ચાથી બંને સર્વેમાં નુકસાન થાય તેવો ચોંકાવનારા રિપોર્ટથી પ્રદેશ કક્ષાએ પણ મનોમંથન કરવા માંગે છે. ત્યારે મોરબી બેઠકમાં કાંતિ અમૃતિયા નારાજ છે. કારણકે તે સિનિયર નેતા છે. જો તેમને ટિકિટ આપવામાં ના આવે તો તેમનું નારાજ થવું સ્વાભાવિક છે. બ્રિજેશ મેરજા વિરુદ્ધ ગત ચૂંટણીમાં પ્રચાર કર્યો હતો હવે તેને ખભે બેસાડીને તેના માટે મત માગવા પડે. તો કરજણ બેઠકની વાત કરીએ તો ત્યાં અને અમરેલીની ધારી બેઠક પર ભાજપને આંતરિક જૂથબંધી ચરમ પર છે. આવા સંજોગોમાં બીજેપી ને જ નુકસાન કરાવે એવી સ્થિતિ છે.
કરજણ બેઠક પર ગત વખત ભાજપમાં જૂથવાદ ના કારણે જ નુકસાન થયું હતું અને અક્ષય પટેલની આસાન જીત થઈ હતી. આવી જ સ્થિતિ ધારી બેઠક પર થઈ હતી. અમરેલી જિલ્લામાં ઘણા જુના નેતાઓને આંતરિક ઝગડો છે જેના કારણે બીજેપીને નુકસાન થયું હતું અને દિલીપ સંઘાણીને હારનો સામનો કરવો પડ્યો હતો તો અબડાસા બેઠક પર પણ પ્રદ્યુમ્નસિંહનો આંતરિક વિરોધ છે તો એ સીટની તાસીર એવી રહી છે કે બીજેપીને એ સીટ પર પ્રજા રિપીટ ચહેરો પસંદ નથી કરતી. તો કપરાડા બેઠક પર બીજેપીને ગત ચૂંટણી દરમિયાન સામાન્ય મતથી હાર મળી હતી. હવે આ સંજોગોમાં જીતુ ચૌધરીને ટિકિટ આપે તો ભાજપ નુકસાન વેઠવું પડે એમ છે. આમ આ 5 બેઠકમાં વર્તમાન સ્થિતિ પ્રમાણે ભાજપને નુકસાન થઈ શકે છે અને નેગેટિવ છે. આ સિવાય અન્ય ત્રણ બેઠક ની જો વાત કરીએ તો ત્યાં પણ આંતરિક ખેંચતાણ સામે આવી રહી છે. સૂત્રો કહી રહ્યા છે કે લીંબડી બેઠક પર કોળી ઉમેદવારને ટિકિટ મળે તેના માટે રાજ્ય સરકારના એક કેબિનેટ કક્ષાના મંત્રી અત્યારથી જ લોબિંગ કરી રહ્યા છે. તો ગઢડાની આરક્ષિત બેઠકો પર આત્મારામ પરમારને ચૂંટણી લડવી છે. કોંગ્રેસ અત્યારે આ સીટ પર નબળી પડી છે જેથી ભાજપને આસાન જીત મળી શકે છે. જો યોગ્ય ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે તો પણ આ બેઠક પર અન્ય દલિત નેતાઓ પોતાના માનીતાને ટિકિટ અપાવવા સક્રિય થયા છે. ડાંગ બેઠક પર મંગળ ગાવીત હજી સુધી ભાજપમાં આવ્યા નથી ભાજપના અનેક પ્રયત્નો કર્યા પરંતુ મંગળ ગાવીત માન્યા નથી સૂત્રો એ પણ જણાવે છે કે મંગળ ગાવીતને ચૂંટણી લડવી છે પણ અપક્ષ ચૂંટણી લડવું છે. જો મંગળ ગાવીત અપક્ષ ચૂંટણી પડે તો ભવિષ્યમાં મંગળ ગાવિત ભાજપને બહારથી ટેકો આપે તો ભાજપને ફાયદો થઇ શકે છે. આમ ખાનગી કંપની નો સર્વે સામે આવ્યો છે તેના કારણે ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે તેમાં આ મુદ્દા અને ચર્ચા કરવામાં આવશે અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે.બીપી ના સૂત્રો એ પણ કહી રહ્યા છે કે આ તમામ રિપોર્ટ દિલ્હી દરબારમાં પણ આપવામાં આવશે.