

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પશ્ચિમ બંગાળના સંદેશખાલી ઘટના સંદર્ભે તૃણમૂલ કોંગ્રેસના બળાત્કારી અસામાજિક તત્વો સામે મુકદર્શક બનેલ મમતા બેનર્જી અને તેમની સંવેદનાવિહીન સરકારની ગાંધીનગર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રદેશ નેતૃત્વની સૂચના અનુસાર તા.૧૪ ફેબ્રુઆરીના રોજ પથિકાશ્રમ સર્કલ ખાતે સૂત્રોચ્ચાર, પૂતળા દહન અને પ્લે કાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું જેમાં પ્રદેશ મહિલા મોરચા ઉપાધ્યક્ષ અરુણાબેન, શહેર મહિલા મોરચાની પદાધિકારી, મહિલા નગરસેવકો તેમજ કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહી હતી.
