ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં સરકારી અનાજ સગેવગે થયાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોએ રાજ્યમાં સરકારી અનાજ સગેવગે થવા અંગે પ્રશ્ન પૂછ્યા હતા. જે સંદર્ભે સરકારી અનાજ સગેવગે થયાના ચોંકી જવાય તેવા આંકડા સામે આવ્યા છે. આંકડાઓ મુજબ 11 જિલ્લાઓમાંથી 14 લાખ 54 હજાર કિલો અનાજનો સગેવગે થયો હોવાનું સામે આવ્યું છે.
સરકારી અનાજ સગેવગે કરવામાં ચોંકાવનારી વિગતો ગૃહમાં રજૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યના 11 જિલ્લામાંથી સરકારી અનાજ સગેવગે થયાના આંકડા સામે આવ્યા છે. જે મુજબ 11 જિલ્લાઓમાંથી 14 લાખ 54 હજાર કિલો અનાજનો સગેવગે થયો છે. જેમાં 11 જિલ્લામાં રૂ.2 કરોડ 57 લાખની કિંમતનો જથ્થો સગેવગે થયો હોવાનું ગૃહમાં જણાવાયું છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્ન પર સરકારે આ જવાબ આપ્યો હતો. મહત્વનું છે કે, સુરતમાં સૌથી વધુ 4.99 લાખ કિલો અનાજનો જથ્થો સગેવગે થયો તો સાબરકાંઠા જિલ્લામાં 4.77 લાખ કિલો સરકારી અનાજનો જથ્થો સગેવગે થયો હોવાનું કહેવાયું છે.