અમદાવાદ
અમદાવાદ શહેરને ભારતભરનાં શહેરોમાં પ્રથમ હેરીટેજ સિટી તરીકેનો દરજજો આપવામાં આવેલ છે અને સ્વચ્છ સર્વેક્ષણમાં પણ શહેર ઉત્તરોઉત્તર પ્રગતિ કરી રહેલ હોય ત્યારે શહેરની સ્વચ્છતા અને સુંદરતા ટકાવી રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાં દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે.શહેર સ્વચ્છ અને સુંદર દેખાય તે અંતર્ગત ટ્રાફીક જંક્શનો અને બી.આર.ટી.એસ. કોરીડોરની ગ્રીલ્સ તેમજ ડીવાઈડરોને કરોડો રૂપીયાનાં ખર્ચે સેંકડો મજુરો – સાધન-સામગ્રી રોકીને સાફ કરાવવામાં આવે છે પરંતુ ટુંકા ગાળામાં જ આ કોરીડોર પર નાગરીકો દ્વારા પાન-મસાલા ખાઈ થૂંકી ફરીથી ગંદી કરી દેવામાં આવે છે. જેને અટકાવવા માટે આ રીતે જાહેરમાં પાન-મસાલા ખાઈને થૂંકીને ગંદકી કરતાં ઇસમો સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દંડનીય કાર્યવાહી કરવાની ઝુંબેશની 2 જી ફેબ્રુઆરી 2024 નાં રોજથી શરૂઆત કરવામાં આવેલ છે.
જેની 15 ફેબ્રુઆરી 2024 નાં રોજની આજે ચૌદમાં દિવસની ઝુંબેશની કાર્યવાહીનાં ભાગરૂપે 7 ઝોનમાં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નગરીકો દ્વારા જાહેરમાં થૂંકવા બાબતે ચેકીંગ હાથ ધરી પેનલ્ટી વસૂલ કરવામાં આવેલ છે. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે,
(1) પૂર્વ ઝોન વિસ્તારમાં અજીતમીલ ચાર રસ્તા, રખિયાલ ચાર રસ્તા, રામ રાજ્ય, બી.આર.ટી.એસ.રોડ, શ્રમીક પાર્ટી પ્લોટ, સી.ટી.એમ. ચાર રસ્તા, સોનીની ચાલી, વિરાટનગર રોડ, ઈન્દોર હાઇવે, કડીયા નાકુ ઓઢાવ, આર.ટી.ઓ.રોડ, ભક્તિમાર્ગ રોડ, મનમોહન ખોડિયાર મંદિર
(2) પશ્ચિમઝોનમાં પાલડી ચાર રસ્તા.
(3) ઉત્તર ઝોનમાં નોબલ નગર રોડ, સ્મશાન રોડ, મેમ્કો ચાર રસ્તા પાસે, ડમરુ સર્કલ મેઘાણીનગર, મેમકો ચાર રસ્તા, હીરાવાડી ચાર રસ્તા, શ્યામ શિખર ચાર રસ્તા, બાપાસીતારામ ચોક રોડ, હરદાસ નગર, રખિયાલ ચાર રસ્તા
(૪) દક્ષીણ ઝોનમાં મણિનગર ચાર રસ્તા, નારોલ સર્કલ ચંડોળા બી.આર.ટી.એસ, મજુરગામ ત્રણ રસ્તા પાસે, સી.ટી.એમ સર્કલ કડીયાનાકુ, પુજાફામ રોડ, ઇસનપુર કડીયાનાકા, નારોલ સર્કલ, બાલભવન પાસે
(5) મધ્યઝોનમાં સિવિલ હોસ્પિટલ ક્રોસ રોડ, બાબુપુરા પેટ્રોલ પંપ, બી.આર.ટી.એસ. રોડ, રાઈપુર ચકલા.
(6) ઉત્તર પશ્ચિમ ઝોનમાં ભાગવત ચોકડી, ગોતા વંદેમાતરમ શાક માર્કેટ, ચાંદલોડિયા, ઘાટલોડીયા ગામ, ઘાટલોડીયા, ભાઈકાકા નગર, થલતેજ, ગુરુદ્વારા રોડ, બોડકદેવ
(7) દક્ષિણ પશ્વિમ ઝોનમાં બ્રાંડ ફેક્ટરી રોડ, ગૌરવપંથ રોડ, DAV સ્કૂલ, વિશાલા સર્કલ પાસે, જુહાપુરા ચાર રસ્તા જેવી જગ્યાઓ પર આજ રોજ 1 5 ફેબ્રુઆરી 2024 નાં વહેલી સવારથી 48 વોર્ડમાં કાર્યરત સ્વચ્છતા સ્કવોડએ ઝુંબેશ હાથ ધરી જાહેરમાં પાન-મસાલાં ખાઈ થૂંકતા ઝડપાયેલા કુલ 122 ઇસમો પાસેથી રૂપીયા 13300 નો દંડ વસૂલ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેકટ અન્વયે શહેરમાં ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરતા નાગરીકોને જેમ ઈ-મેમો મોકલી દંડ-વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવે છે તે જ પ્રમાણે ૧૩૦ થી વધારે ટ્રાફીક સિગ્નલો, જાહેર સ્થળો પર લગાવવામાં આવેલ ૬૦૦૦ થી વધારે સી.સી.ટી.વી. કેમેરાનાં આધારે વાહનો ચલાવતા પાન-મસાલા ખાઇ જાહેરમાં થુંકનાર નાગરીકોની વીડીયો કલીપ ઈમેજ પરથી વાહન નંબર મેળવી દંડ ભરવા માટે તેઓનાં રહેઠાણનાં સરનામે ઈ – મેમો પણ મોકલવામાં આવશે.સદર ઝુંબેશ આવતીકાલે પણ હાથ ધરવામાં આવશે અને જાહેરમાં થૂંકતા ઇસમો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.