સામાન્ય ચૂંટણી અગાઉ બ્રિટન આર્થિક મંદીની ઝપટમાં આવી ગયું

Spread the love

ગુરુવારે જાહેર થયેલા સત્તાવાર આંકડા પરથી માહિતી મળી છે કે સામાન્ય ચૂંટણી અગાઉ બ્રિટન આર્થિક મંદીની ઝપટમાં આવી ગયું છે. નેશનલ સ્ટેટીસ્ટીક્સની આંકડાકીય માહિતી પ્રમાણે વર્ષ 2023ના અંતિમ ત્રણ મહિનામાં GDP 0.3 ટકા ગગડ્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બર અવધિમાં 0.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ દરમિયાન ONSના આર્થિક આંકડા બાબતોના ડિરેક્ટર લીઝ મેકકેને એક નિવેદનમાં કહ્યું છે કે ત્રિમાસિક ગાળા દરમિયાન તમામ મુખ્ય સેક્ટર કે જેમાં મેન્યુફેક્ચરિંગ, બાંધકામ સેક્ટરનો પણ સમાવેશ થાય છે તેમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે અને તેને લીધે વૃદ્ધિ દરમાં ઘટાડાની અસર જોવા મળી છે. અલબત મંદીની આ સ્થિતિને કંઈક હસ્તક હોટેલ્સ તથા વ્હિકલ રેન્ટલ તેમ જ મશીનરીમાં થયેલી વૃદ્ધિએ ભરપાઈ કરવામાં મદદ કરી છે.

બ્રિટનના અર્થતંત્રની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો વર્ષ 2020ના કોરોના મહામારીના સમયને અપવાદરૂપ ગણવામાં આવે તો વર્ષ 2022માં 4.3 ટકા ઉત્પાદન વૃદ્ધિ બાદ વર્ષે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. કેટલાક અર્થશાસ્ત્રીઓએ ગયા વર્ષ દરમિયાન અર્થતંત્રને સ્થિર હોવાનું કહ્યું હતું. મેકકેનના મતે સમગ્ર વર્ષ 2023માં અર્થતંત્ર એકંદરે ફ્લેટ રહ્યું છે. બ્રિટનના અર્થતંત્રમાંથી આવેલા આ નિરાશાજનક સમાચાર વડાપ્રધાન ઋષિ સુનક માટે ચિંતા ઉપજાવે તેવા છે, કારણ કે બ્રિટનમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. PM સુનકે અગાઉ બ્રિટનની પ્રજાને વચન આપ્યું હતું કે તેઓ અર્થતંત્રમાં તેજી આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જાપાનના મોરચેથી પણ મંદીની અસરની માહિતી સામે આવી છે. જાપાન દુનિયાનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર હતું, જે હવે નીચે સરકીને ચોથા ક્રમે પહોંચી ગયું છે. જાપાનના GDPમાં વાર્ષિક ધોરણે 0.4 ટકાનો ઘટાડો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com