બાઈક ચાલક અને કારમાં સવાર યુવતીનું કરુણ મોત, ત્રણને ઈજા પહોંચી
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તેમજ આજે બપોરે થયેલા અકસ્માતમાં પાણ ત્રણ લોકો મોતને ભેટ્યા છે. આ વચ્ચે સવારે પણ એક અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જે સાથે જ પાટણમાં અકસ્માતમાં કુલ છ લોકોના મોત અને આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અંગેની માહિતી અનુસાર, ચાણસ્મા-હારીજ માર્ગ પર બપોરે 2:30 વાગ્યા આસપાસ અલ્ટો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન બાઈક ચાલક, કાર ચાલક અને કારમાં સવાર યુવતી એમ ત્રણના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે કાર સવાર ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા થયા છે. ચાણસ્મા હારીજ હાઇવે માર્ગ પર ધરમોડા નજીક અલ્ટો કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારચાલક, બાઈક ચાલક અને કારમાં સવાર યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. જે પછી 108 દ્વારા ચાણસ્મા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતના બનાવવાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સહિતી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેના સાથે જ કારમાં સવાર ઇજાગ્રસ્તોને 108 મારફતે ચાણસ્મા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તો મૃતકોનું પંચનામું કરી તેમની લાશને પીએમ અર્થે ખસેડવાની તજવીત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અન્ય એક બનાવમાં હારીજના દાંતરવાડા ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં ત્રણના મોત થયા છે તથા પાંચ લોકો ઘાયલ થયા હતા. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના અંબાલા ગામના પગપાળા યાત્રા સંઘને અકસ્માત નડ્તા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમાં વરાણા ખોડિયાર માતાનાં મંદિરે પગપાળા જતા સંઘના લોકોને અજાણ્યા આઈસર ટ્રકે ટક્કર મારી છે. તેમાં ટ્રકે અકસ્માત કરતા ત્રણ મહિલાઓનાં ઘટના સ્થળે મોત થતા માહોલ ગમગીન બન્યો છે.
મૃતકોના નામ
પટેલ મનોજભાઇ હેમરાજભાઇ (ઉવ.45. કાર ચાલક)
પટેલ વિશ્વાબેન કનુભાઇ (ઉવ.22. કારમાં સવાર યુવતી)
ઠાકોર રામાજી વાઘાજી (ઉવ.50. બાઇક ચાલક)
કારમાં સવાર ઇજાગ્રસ્તોના નામ
પટેલ અંજનાબેન કનુભાઇ (ઉવ.42)
પટેલ ધ્રૃવાંગ કનુભાઇ (ઉવ.18)
પટેલ શિવાન્યા કનુભાઇ (ઉવ.07)