ક્યારેક ક્યારેક કેટલાક એવા કેસો સામે આવે છે જે વાંચીને કે સાંભળીને આપણને નવાઈ લાગે, કેટલાક સંબંધો હાલની સમાજ વ્યવસ્થાને તાર તાર કરી દે છે. હાલમાં જ એક એવો કેસ સામે આવ્યો છે. જેમાં ઇન્દોરમાં એક ભાણિયાએ મામીના પ્રેમમાં સગા મામાની હત્યા કરી દીધી છે. આમાં મામીએ પણ તેને સાથ આપ્યો હતો. મામી પણ ભાણિયાના પ્રેમમાં પાગલ થતાં આ પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે.
ઉત્તર ભારતમાં ક્રાઈમ સતત વધી રહ્યો છે. ઈન્દોરથી અવારનવાર અજીબોગરીબ સમાચાર બહાર આવે છે. આ જ પ્રકારના સમાચાર ફરી સામે આવ્યા છે. જેમાં પ્રેમ પ્રકરણમાં મામાની હત્યા થઈ જતાં સનસનાટી મચી ગઈ છે. પોલીસ આ પ્રેમ કહાનીનો નિષ્કર્ષ પર પહોંચી અને તપાસ શરૂ કરી તો તે પણ ચોંકી ગઈ હતી. અહીં એક ભાણિયો તેની મામીના પ્રેમમાં પાગલ થઈ ગયો. આ કારણે તેણે તેના મામા વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું.
મધ્યપ્રદેશમાં એક વ્યક્તિની હત્યાથી સનસનાટી મચી ગઈ છે. આ હત્યા તે વ્યક્તિના ભાણિયા દ્વારા કરવામાં આવી હતી. આરોપીએ તેની મામીના પ્રેમમાં આ હત્યા કરી છે. એટલું જ નહીં આ હત્યાને અકસ્માત બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ હત્યામાં વ્યક્તિના મામા એટલે કે મૃતકની પત્ની અને તેના મિત્રો પણ સામેલ હતા. મૃતકના પુત્રના નિવેદન અને મોબાઈલ કોલ ડિટેઈલના આધારે હત્યાનો ખુલાસો થયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. મામીના પ્રેમમાં પાગલ બની ભાણિયાએ આ કારસ્તાન કરતાં હવે જિંદગી ભર જેલમાં રહેવાનો વારો આવશે. આ હત્યાકાંડમાં તેના મિત્રો પણ ફસાઈ ગયા છે.
આ કેસની વિગતો એવી છે કે પોલીસને સૂચના મળી હતી કે દ્વારકાપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિની લાશ પડી છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ કેસની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતકને પથ્થરથી કચડીને તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. આ દરમિયાન ફોરેન્સિક સાયન્સ લેબ (FSL)ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે લાશ રૂપસિંહ રાઠોડની છે. જે બાદ પોલીસ તેના ઘરે પહોંચી હતી અને ઘણાની પૂછપરછ કરી તેમના નિવેદનો લીધા હતા.
તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે મૃતકને 6 વર્ષનો પુત્ર પણ છે. પોલીસે તેનું નિવેદન પણ લીધું હતું. બાળકે પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેના માતા અને પિતા દરરોજ ખૂબ ઝઘડા કરતા હતા. ઘણી વખત આ લડાઈ મારામારી સુધી પણ પહોંચી ગઈ હતી. બાળકના નિવેદન બાદ પોલીસે તેની માતાની કોલ ડિટેઈલની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ખબર પડી કે મૃતકની પત્ની તેના ભાણિયા શુભમ સાથે ઘણી વાતો કરે છે. આ કોલ ડીટેઈલમાં પોલીસને બંને વચ્ચેના સંબંધોની પણ ખબર પડી હતી. પુરાવા હાથ લાગ્યા બાદ પોલીસે શુભમ અને મહિલાને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી હતી. શરૂઆતમાં બંનેએ પોલીસને મૂંઝવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, કડક પૂછપરછ કરતાં બંનેએ હત્યાનું રહસ્ય ખોલી દીધું હતું. આમ બાપની હત્યામાં પહેલી કડી તેમના દીકરાએ આપી હતી. જેને પગલે આ કેસમાં હત્યાનો ખુલાસો થયો હતો.