ભાવનગરના તળાજામાં સમૂહ લગ્ન પ્રસંગે ગીગા ભમ્મરે ચારણ સમાજ વિશે અપમાન જનક ટિપ્પણીઓ કરતા મામલો ગરમાયો

Spread the love

ગુજરાતમાં ચારણ અને આહીર સમાજ વચ્ચે મહાવિવાદ શરૂ થયો છે, કારણ કે આહીર અગ્રણી એવા ગીગા ભમ્મરે ચારણ સમાજ અને તેમના માતાજી વિશે જાહેર મંચ પરથી અશોભનીય ટિપ્પણી કરી છે. જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ભાવનગરના તળાજામાં યોજાયેલ એક સમૂહ લગ્ન પ્રસંગે ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ વિશે અપમાન જનક ટિપ્પણીઓ કરતા મામલો ગરમાયો છે. ચારણ સમાજ વિશે અપમાન જનક ટિપ્પણીઓ કરતા ચારણ સમાજ રોષે ભરાયો છે.

ખંભાળીયા સોનલ ધામ ખાતે મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો એકત્રિત થયા હતા અને જિલ્લા સેવા સદન ખાતે કલેકટર તેમજ એસ.પી કચેરીએ આવેદન આપ્યું હતુ. આહીર સમાજના અગ્રણી ગીગી ભમ્મરે પોતાના નિવેદનમાં જાહેર મંચ પરથી અશોભનીય ટિપ્પણી કરી હતી. તળાજામાં આહીર જ્ઞાતિના સમુહ લગ્નમા ગીગા ભમ્મરે ચારણોની બહેન દિકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આહીર સમાજ ખોટા ખોટા વખાણ કરીને સમાજે લૂંટી લેતા હોય છે. સમાજમાં તડા પડાવતા હોય છે. ચારણોથી હંમેશા દૂર રહેવું, નહિ તો તમે ભીખારી થઈ જશો. ચારણને ઘરમાં ઘુસવા પણ ન દેવા જોઈએ. આ ઉપરાંત ગીગા ભમ્મભરે ચારણોના માતા મા સોનબાઈ વિશે પણ વિવાદત શબ્દો કહ્યા હતા. આ કારણે હાલ ચારણ સમાજ રોષે ભરાયો છે. જેના પર ચારણ સમાજના અગ્રણીઓએ જુદી જુદી પ્રતિક્રીયા આપી છે.

ગીગા ભમ્મરના નિવેદન પર હકાભા ગઢવીએ જણાવ્યું કે, હું સમગ્ર સમાજને દોશ ન આપી શકે પરંતુ તે કાર્યક્રમમાં સમાજના અનેક આગેવાનો હતા. તેમાંથી એક પણ આગેવાન સમજૂ ન હતો કે, તે વ્યક્તિને આવો બોલતું રોકી ન શકે. તેમણે કહ્યું કે, હું ગઢવી સમાજના કલાકારોને કહેવા માંગું છું કે, જે સમાજના વખાણ કરાય તેના કરાય બીજાના ન કરાય. કેમ જે ઈજ્જત કરતા હોય તે જ ઈજ્જત કરી શકે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તળાજાનો પાણીનો નહી પવું તેમજ તળાજાનો એકપણ પ્રોગ્રામ નહી કરૂ. સમાજ શું નિર્ણય એ મને ખબર નથી. પરંતુ સજા તમને મારી માં આપશે. તેમણે વધુમાં કહ્યું કે, આહીર સમાજમાં આટલો મોટો બુદ્ધિહિન માણસ છે એવો મને આજે ખબર પડી. ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ભાષણમાં પૂજનીય માતાજીઓ અને ચારણ-ગઢવી સમાજ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષણ કરતા સમગ્ર ગુજરાત ભરના ચારણ ગઢવી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી. ચારણ ગઢવી સમાજ દ્વારા આ બાબતે ગામે ગામ પોલીસ ફરિયાદ અને આવેદન આપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com