લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના ચારેય ખૂણા ખૂંદી વળશે

Spread the love

લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના ચારેય ખૂણા ખૂંદી વળશે. ખાસ કરીને જયાં વિધાનસભા ચૂંટણી દરમિયાન થોડું નબળુ પ્રદર્શન રહ્યું છે તેવા સૌરાષ્ટ્ર પર તેઓ ફોકસ કરશે એમ લાગી રહ્યુ છે. 22મી ફેબ્રુઆરીથી ત્રણથી ચાર દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે.

પીએમ મોદી તારીખ 22મીએ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એક લાખથી વધુ દૂધ ઉત્પાદક પશુપાલકો ખેડૂતોના સંમેલનને સંબોધન કરશે.

આ સાથે જ તેઓ બનાસકાંઠાના તરભા ખાતે વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાના લાખણી તાલુકામાં એરફોર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા ચાર કિલોમીટર લાંબા રંગવે પર ઉતરાણ કરે તેવી શક્યતા છે જેના માટે વહીવટી તંત્ર તેમજ કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં તેઓ વિશાળ જન સંમેલનને સંબોધન કરશે. જેમાં પશુપાલકો ખેડૂતો અને દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહેશે. એક અંદાજ મુજબ એક લાખ જેટલા લોકો આ સંમેલનમાં ઉપસ્થિત રહેનાર છે. અમદાવાદમાં યોજાનારા દૂધ ઉત્પાદકો ના સંબોધન દરમિયાન ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. આ સિવાય પીએમ વડોદરા ખાતે આદિવાસી સંમેલનને પણ સંબોધન કરનાર છે .

પીએમ મોદી તારીખ 24 – 25 ફેબ્રુઆરીના રોજ જામનગર, દ્વારકા અને રાજકોટમાં વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણને ખાસ મુહૂર્તના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. જનસભાને સંબોધન કરશે તેમજ રોડ શો યોજશે. આમ લોકસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બેઠકો પર ફરી વળીને ચૂંટણી માટેનો માહોલ ઉભો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com