સુરતની વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.વાત જાણે એમ છે કે, તાજેતરમાં યોજાયેલ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નવી શિક્ષણ પોલીસીમાં પાસિંગ માર્કસ 36 કરાયા છે. એટલે કે હવે વીર નર્મદ યુનિવર્સિટીમાં પાસ થવા વિદ્યાર્થીઓએ 36 માર્ક્સ મેળવવા પડશે. મહત્વનું છે કે, યુનિવર્સિટીના આ નિર્ણયથી એક માર્ક્સના કારણે નાપાસ થનાર હજારો વિદ્યાર્થીઓને લાભ થશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક નિર્ણયથી હવે અનેક વિદ્યાર્થીઓને લાભ થશે. વિગતો મુજબ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક VNSGUમાં નવી શિક્ષણ પોલીસી અંતર્ગત એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ હવે વીર નર્મદ યુનિવર્સિટીટીમાં પાસ થવા વિદ્યાર્થીઓએ 36 માર્ક્સ મેળવવા પડશે. નવી શિક્ષણ પોલીસીમાં પાસિંગ માર્કસ 36 કરાયા જેમાં આંતરિક મૂલ્યાંકનમાં 50 માર્કમાંથી 18 પાસિંગ માર્કસ, 25માંથી 9 પાસિંગ માર્કસ રખાયા છે. આ સાથે 35 માર્કની પરીક્ષામાં 13 માર્કસ પાસિંગ અને 15 માર્કસની પરીક્ષામાં 5 માર્કસ પાસિંગ રખાયા છે. એટલે કે હવે વિદ્યાર્થીએ પાસ થવા 36 માર્કસ મેળવવાના રહેશે.