ગુજરાત વિધાનસભામાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે સરકારી કર્મચારીઓ માટે એક મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. વિધાનસભા અને સચિવાલય કર્મચારીઓ માટે હવે એસટી વિભાગ દ્વારા નવી બસોનું આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્મમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આજે નવી 70 એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે, આ લોકાર્પણની સાથે જ હવે સુવિધાઓમાં પણ વધારો થયો છે.
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા એસટી બસોને લીલી ઝંડી આપીને આ નવી બસોનું લોકાર્પણ કરાયું છે. સચિવાલય કર્મચારીઓને પોઇન્ટની નવી બસોના લોકાર્પણથી સુવિધાઓમાં વધારો થશે. આજે નવી બસોના લોકાપર્ણ બાદ હવે સચિવાલયના કર્મચારીઓને અપ-ડાઉન માટે એસટી વિભાગની વધુ અને સરળતાથી નવી બસો મળી રહેશે. સચિવાલય પોઇન્ટ માટે નવી 70 બસો લોકાર્પણ કરાયુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષે આ નવી બસોને લીલી ઝંડી બતાવી છે. આ પ્રસંગે રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યાં હતા.