આ તો કેવુ નળ થી છળ…! ‘નલ સે જલ’ યોજનામાં નળમાંથી  પાણીના ધોધને બદલે પૈસા એટલે કે ભ્રષ્ટાચારનાં નાણાનો ધોધ ભેગો કરાયો ? : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી

‘નલ સે જલ’ ગામે ગામ પાણી ન પહોંચ્યુ પણ, ભ્રષ્ટાચાર ગામે ગામ પહોંચાડી દીધા : નલ સે જલ ના કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ માટે SIT ની રચના કરી, 60 દિવસ માં કસુરવાર સામે પગલાં ભરવા માં આવે. પાણી પુરવઠા મંત્રી જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપે

અમદાવાદ

નલ સે જલ ના કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ માટે SIT ની રચના કરી, 60 દિવસ માં કસુરવાર લોકો સામે પગલાં ભરવા માં આવે. પાણી પુરવઠા મંત્રી જવાબદારી સ્વીકારી ને રાજીનામુ આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નલ સે જલ યોજના અનેક જીલ્લા-તાલુકા-ગામોમાં માત્ર કાગળ પર કામગીરી થઈ છે. 33 જિલ્લામાંથી 18 થી વધુ જિલ્લામાં ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો છતાં વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ તપાસના નામે પત્ર-નોટીસ આપી કેન્દ્રાક્ટરને બચાવી રહ્યું છે. કેન્દ્ર સરકાર ની ‘નળ સે જળ’ ની મોટી મોટી જાહેરાતો થઇ, નબળી પાઈપો, બોરવેલ ફેલ, નબળી ગુણવત્તાના પેવરબ્લોક, ઇલેક્ટ્રીક કેબલમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. કનેક્શન વગર ના પાઇપો ફિટ કર્યા અને ક્યાંક ચોકડી ના બનાવી, ક્યાંક પાણી ટાંકાના બનાવ્યા અને નળ ના જોડાણ ના અપાયા, હલકી ગુણવત્તાની પાઈપો, અનેક જગ્યાએ સીમેન્ટ ચોકડી ના બનાવી, ચકલી લગાવી તો પાણી ના આવ્યું, એક જ કામના બબ્બે બીલો ઉભા કર્યા, આવા પ્રકારના ભ્રષ્ટાચાર ને ભાજપાએ શિષ્ટાચાર બનાવી દીધો છે, વાસ્મો ને “નલ સે જલ” ની કામગીરી સોંપવામાં આવી હતી. ભાજપના પદાધિકારીઓ સીધા કોન્ટ્રક્ટરો બની ગયા છે. ભાજપના મંત્રી અને સંત્રીઓ આવા ગેરરીતિ આચરનારાઓને બચાવવા માટે મેદાન માં આવે તે કેટલે અંશે વ્યાજબી ? મહીસાગર જિલ્લામાં 111 કોન્ટ્રાકટર કામ ના કરવાની તાકીદથી નોટીસના નામે વાતો કરવામાં આવી. પંચમહાલ જિલ્લામાં બારોબાર પૈસાની ચુકવણી કરવામાં આવી. વડોદરા જિલ્લામાં 20 ટકા જ કામગીરી થઈ છે. બીજીબાજુ 60 ટકા નાણાંની ચુકવણી કરવામાં આવી. રાજકોટના જસદણના અનેક ગામો કામગીરી બાકી તેમ છતાં લાખો રૂપિયાની ચુકવણી કરવામાં આવી. સંતરામપુર-બોરવેલ ફેઈલ થઈ ગયા છે. તાલુકામાંથી ફરિયાદ છતાં કામગીરી નહિ. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના અનેક ગામમાં બોરવેલ ખરાબ, નર્મદા જીલ્લા રૂ. 1.42 કરોડ ચૂકવ્યા તેમ છતાં કામગીરી બાકી છે, આદિવાસી વિસ્તારોમાં નળ કનેક્શન માટે રિજુવિનેશન ટ્રાયબલ કાર્યક્રમ અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવાય પણ નળ કનેક્શન આપ્યા નથી તેવી જગ્યાના કરોડો રૂપિયાના બીલ પણ બની ગયા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વિધાનસભામાં ‘નલ સે જલ’ માં મોટાપાયે ગેરરીતિ, ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ કરી છે. ભાજપના સાંસદ-ધારાસભ્ય ફરિયાદ કરી તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, નર્મદા, વાસદા, નવસારી જિલ્લામાં 49 કરોડ બરોબર ચૂકવાઈ ગયા હોવાની વિગતો સામે આવી છતા પાણી પુરવઠા વિભાગ ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યો છે. મોટા ભાગના કોન્ટ્રાક્ટરો ભાજપાના પદાધિકારીઓ કે તેની સાથે સંકળાયેલા છે.

ક્ષારવાળું પાણી, ફલોરાઈડ અને જીવલેણ ખનીજ ધરાવતા પીવાના પાણીથી હજારો પરિવારો કીડની, કેન્સર સહિતના રોગોનો ભોગ બની રહ્યા છે. ‘જલ સે નલ’ ની 100 ટકા કામગીરી પૂર્ણ થયાના રાજ્યના તેર જીલ્લા સુરત, નર્મદા, જુનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, પાટણ, ખેડા, બનાસકાંઠા, પંચમહાલ, વડોદરા અને તાપીમાં દાવો કર્યો છે હકીકત ઘણી વિપરીત છે. રાજ્યમાં 2019-20માં 82.75 ટકા નળ કનેક્શન ના દાવાની સંખ્યાની સામે ચાર વર્ષમાં કરોડો રૂપિયાના ખર્ચ છતા માત્ર 14 ટકા જ કામમાં ઉમેરો થયો છે. એક નળ કનેક્શનમાં 22 હજાર થી 70 હજાર રૂપિયાનો ખર્ચ કરાયાનો સરકાર દાવો કરાઈ રહ્યો છે. જુનાગઢમાં નળ કનેક્શન પ્રતિઘર માં 70,000 જ્યારે ભાવનગરના પ્રતિઘર નળકનેક્શનના 22 હજાર રૂપિયા ખર્ચાયા છે. 91.18 લાખ કનેક્શન પાછળ 4500 કરોડનો માતબર ખર્ચ થયાનું જાહેર કરવામાં આવ્યું છે. આ તો કેવુ નળ થી છળ…!ઘર પાસે નળ આપવાની વાતો કરી હતી તેની જગ્યાએ ચકલી આવી પણ પાણી ક્યારે આવશે ? તેનો જવાબ મળતો નથી. નળ સે જળ માટે ના કોન્ટ્રાકટરો ને કરોડો રૂપિયા પણ ચૂકવી દેવામાં આવ્યા છે. નર્મદા,વાંસદા માં 49 કરોડ માં ચેકીંગ કર્યા વગર જ પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ ની માગ છે કે નલ સે જલ ના કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ માટે SIT ની રચના કરી, 60 દિવસ માં કસુરવાર સામે પગલાં ભરવા માં આવે. પાણી પુરવઠા મંત્રી જવાબદારી સ્વીકારી ને રાજીનામુ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com