પકડાયેલ આરોપીઓ અનિલભાઇ ઉર્ફે કાલુ,આદિત્ય ઉર્ફે અઘોરી
સી.એન.જી રીક્ષા નંબર GJ-૨૭-TE-૧૬૮૪ કી.રૂ ૧,૦૦,૦૦૦ તેમજ લુંટમા ગયેલ રીયલ મી કમ્પનીનો મોબાઇલ ફોન કી.રૂ ૫૦૦૦ એમ કુલ કી.૧,૦૫,૦૦૦ ના મુદ્દામાલ રીકવર કરી ગણતરીના કલાકોમા લુટનો ભેદ ઉકેલી આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ
પોલીસ મહાનિરિક્ષક પ્રેમવીરસિંહ અમદાવાદ વિભાગ અમદાવાદ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મેઘાતેવર અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી સાણંદ વિભાગ, સાણંદના સીધા માર્ગદર્શન આધારે જીલ્લામાં મિલક્ત સબંધી ગુન્હા બનતા અટકાવવા તેમજ બનેલ ગુન્હાઓને વહેલી તકે શોધી કાઢવા સુચનાઓ આપેલ હોય તે દરમ્યાન અસલાલી પોલીસ સ્ટેશન એ.ગુ.૨.નં.૧૧૧૯૨૦૦૨૨૪૦૧૫૩/૨૦૨૪ ઈ.પી.કો કલમ૩૯૨,૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ જેમા હકીકત એવી છે કે આ કામના ફરીયાદી શ્રી નાઓને અજાણ્યા બે ઇસમોએ પોતાના કબજા હવાલાવાળી સી.એન.જી રીક્ષા મા બેસાડી અસલાલી કમોડ સર્વીસ રોડ પર રીક્ષા ઉભી રખાવી અસલાલી પોલીસ સ્ટેશનના હદના અસલાલી કમોડ સર્વીસ રોડ પર ઇંડીયન ઓઇલ ના પમ્પ પાસે ફરીયાદીશ્રી ઉપરના ખીસામાથી રીયલ મી કમ્પની નો મોબાઇલ ફોનની આ કામના આરોપીઓ લૂટ કરી લઇ ફરીયાદીશ્રી ને મારી પોતાની સી.એન.જી રીક્ષા લઇ ભાગી ગયેલ બાદ ફરીયાદીશ્રી પોલીસને જાણ કરેલ હોય જે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ પો.ઇન્સ એન.એચ.સવસેટા નાઓએ લૂટમા ગયેલ મુદામાલ તેમજ ઇસમોને શોધી કાઢવા સારૂ પોલીસની અલગ અલગ ટીમો બનાવી કામે લગાડતા અસલાલી પો.સ્ટે ના પો.કો. દિવ્યરાજસિંહ કનકસિંહ બ.ન.૧૩૬૫ તથા પો.કો. હરદિપસિંહ સરદારસિંહને બાતમી હકીકત મળેલ કે સદર ગુનાના આરોપી તેમની સી.એન.જી રીક્ષા લઇ અસલાલી સર્કલ તરફથી નિકળનાર છે જેથી બીજા પોલીસ ના માણસો સાથે રાખી ઉપરોક્ત વર્ણન વાળી રિક્ષા મા બે ઇસમો આવતા તેમને રોકી પુછપરછ કરતા ગુનો કબૂલ કરતા હોય અટક કરી ગુનામા વપરાયેલ સી.એન.જી રીક્ષા નંબર GJ-૨૭-TE-૧૬૮૪ કી.રૂ ૧,૦૦,૦૦૦/- તેમજ લુંટમા ગયેલ રીયલ મી કમ્પનીનો મોબાઇલ ફોન કી.રૂ ૫૦૦૦/- એમ કુલ કી.૧,૦૫,૦૦૦/- ના મુદ્દામાલ રીકવર કરી ગણતરીના કલાકોમા લુટનો ભેદ ઉકેલી આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) અનિલભાઇ ઉર્ફે કાલુ સ/ઓ સુરેશભાઇ જાતે ગૃપ્તા ઉ.વ ૨૧ ધંધો રીક્ષા ડ્રાઇવર રહે. મ.નં.૨૭ કોટડા નગર આદિત્ય સોસાયટીની સામે ઇન્દીરનગર વિભાગ-૦૧ તા.સીટી જી.અમદાવાદ મો.નં.૭૦૪૬૮૭૧૩૨૧ લાંભા
(૨) આદિત્ય ઉર્ફે અઘોરી સ/ઓ શંકરલાલ જાતે અગ્રવાલ ઉ.વ ૨૩ ધંધો મજુરી રહે. મ.નં.૬૦૬ ઇન્દીરનગર વિભાગ-૦૨ લાંભા તા.સીટી જી.અમદાવાદ મો.નં.નથી.આરોપીઓની ગુન્હો કરવાની એમ.ઓ – આ કામે આરોપીઓ પોતાની સી.એન.જી રીક્ષામા પેસેન્જર બેસાડી અવાવરુ જગ્યાએ લઇ જઇ ચીજવસ્તુની લુંટ કરવાની એમ.ઓ ધરાવે છે.
આ કામગીરીમાં અમો પોલીસ ઇન્સપેકટર એન.એચ.સવસેટા અસલાલી પોલીસ સ્ટેશન,પો.સ.ઇ. શ્રી એમ.ડી.જયસ્વાલ તથા HC ચંદ્રસિંહ બ.નં.૬૪૮, HC કુલદીપસિંહ બ.નં.૭૯૫,HC હરપાલસિંહ બ.ન.૧૩૪૮, HC રોહિતભાઇ રમણભાઇ બ.નં.૯૦૬ PC હરદીપસિંહ બ.ન.૭૮૦, PC હીતેશભાઇ બ.ન.૧૩૪૫, PC દિવાનસિંહ બ.નં.૧૧૫૨, PC સુનીલગીરી,PC દીવ્યરાજસિંહ બ.નં ૧૩૬૫,PC નિકુંજભાઇ બ.ન.૫૮૭ PC નરેન્દ્રસિંહ બ.નં.૭૬૫, PC ખુમાનસિંહ બ.નં.૮૫૧ સામેલ હતા.